BREAKING NEWS

ખેડૂતોને યોગ્ય વળતર આપવાને બદલે પોલીસ બળથી ડરાવતી ભાજપ સરકાર: કોંગ્રેસ

  • June 08, 2026 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ અખબારી યાદીમાં ભાજપ સરકારની ખેડૂત વિરોધી અને દમનકારી નીતિઓ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લ ાના કોંઢ ગામમાં ખેડૂતોના વિરોધ છતાં પાવરગ્રીડ કંપની દ્રારા હાઈટેન્શન વીજલાઈનના ટાવર ઊભા કરવાની કાર્યવાહી બાદ, હવે મોરબી જિલ્લ ાના જેતપર ગામમાં પણ ખેડૂતોને પૂરતું અને ન્યાયસંગત વળતર ચૂકવ્યા વગર વીજલાઈનના થાંભલા ઊભા કરવાની કામગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.
ખેડૂતોનો વિરોધ વિકાસની સામે નથી, પરંતુ તેમની જમીનમાંથી પસાર થતી વીજલાઈન અને ઊભા કરાતા થાંભલાઓના કારણે થનારા કાયમી નુકસાન સામે છે. ખેડૂતોની સ્પષ્ટ્ર માંગ છે કે તેમની જમીન, પાક અને ભવિષ્યમાં થનારી આર્થિક અસરોનું વાસ્તવિક મૂલ્યાંકન કરી, વર્તમાન બજારભાવ મુજબ યોગ્ય વળતર આપવામાં આવે. તેમ છતાં, તત્રં દ્રારા ખેડૂતો સાથે સંવાદ સાધવાને બદલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉતારી વિરોધ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે અત્યતં દુર્ભાગ્યપૂર્ણ અને નિંદનીય છે.
કોઈપણ અધિકારી અથવા ખાનગી કંપની ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર મનસ્વી રીતે તેમની જમીનમાં થાંભલા ઊભા કરી શકે નહીં. જમીન પર થનારી અસરો અને તેના વળતર અંગે ખેડૂતોની વાત સાંભળવી અને તેમને ન્યાય આપવો એ સરકારની જવાબદારી છે.
જેતપર ગામમાં જે સ્થિતિ સર્જાઈ છે તે માત્ર એક ગામ કે થોડા ખેડૂતોનો પ્રશ્ન નથી. સૌરાષ્ટ્ર્ર સહિત રાયના અનેક વિસ્તારોમાં ખેડૂતોની જમીનોમાંથી વીજલાઈન પસાર કરવાની યોજનાઓ ચાલી રહી છે. જો ખેડૂતોને યોગ્ય વળતર અને ન્યાય નહીં મળે, તો આવનારા સમયમાં હજારો ખેડૂતોને તેની સીધી માઠી અસર ભોગવવી પડશે.
ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ સંવાદ, સમજાવટ અને ન્યાયના આધારે લાવવાને બદલે ભાજપ સરકાર પોલીસ બળનો ઉપયોગ કરીને તેમને ડરાવવાનો અને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો ભાજપ સરકાર તાત્કાલિક ધોરણે ખેડૂતો સાથે ચર્ચા કરી  દમનકારી કાર્યવાહી બધં નહીં કરે, અને સમાધાનકારી વલણ નહીં અપનાવે  તો ગુજરાત કોંગ્રેસ ખેડૂતોને ન્યાય અપાવવા રાયવ્યાપી જનઆંદોલન શ કરશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application