BREAKING NEWS

પોરબંદરના એરપોર્ટ,બંદર અને રેલ્વે સ્ટેશન ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

  • November 12, 2025 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિલ્હી ખાતે થયેલા કાર બ્લાસ્ટ બાદ પોરબંદરમાં એરપોર્ટ બંદર અને રેલ્વે સ્ટેશન ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે.
પોરબંદરના રેલ્વે સ્ટેશન ઉપર બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 
આ તપાસ ગાંધીનગર રેલ્વે સ્ટેશન ઉપર પણ કરવામાં આવી હતી, જેમાં બોમ્બ સ્કવોડ અને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરવામાં આવી હતી. દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ થયા બાદ પોરબંદર સહિત ગુજરાતભરમાં સુરક્ષા વધારવામાં આવી છે. છપોરબંદરના બંદર અને ફિશિંગ બોટોમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 
આ તપાસ દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ થયા બાદ પોરબંદર સહિત ગુજરાતભરમાં સુરક્ષા વધારવામાં આવી છે.પોરબંદરના રેલ્વે સ્ટેશન ઉપર બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરવામાં આવી હતી. 
દિલ્હી બ્લાસ્ટ
દેશની રાજધાની દિલ્હીમાં એક કાર વિસ્ફોટે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ ઘટના સાંજે ૬:૫૨ થી ૭:૦૦ વાગ્યાની આસપાસ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના બહારના વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ પાસે બની હતી,ધીમી ગતિએ ચાલી રહેલી એક કારમાં આ વિસ્ફોટ થયો હતો, જેને ટ્રાફિક સિગ્નલ પર રોકવામાં આવી હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેની આસપાસના ઘણા વાહનો સળગી ગયા.જેમાં છ કારો અને બે થી ત્રણ ઓટો કે ઈ-રિક્ષા પ્રભાવિત થયા,પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટનામાં ઓછામાં ઓછા લગભગ આઠ લોકોના મોત થયા છે અને લગભગ ૨૦ થી ૨૪ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.ઘટનાસ્થળે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી,નેશનલ સિક્યુરિટી ગાર્ડ અને સ્થાનિક પોલીસના ફોરેન્સિક વિભાગને મોકલવામાં આવ્યા હતા.
પોરબંદરમાં વાહન ચેકિંગ
બ્લાસ્ટ પછી પોરબંદરમાં વાહન ચેકિંગ વધારવામાં આવ્યું છે, અને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી છે.આતંકવાદી હુમલાના એંગલથી પણ તપાસ કરવામાં આવી રહી છે, અને નેશનલ સિક્યુરિટી ગાર્ડની ટીમો તપાસ માટે પહોંચી ગઈ છે.
લોકોને કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા વિનંતી છે.પોરબંદરમાં વાહન ચેકિંગ ચાલુ છે, અને લોકોને સહકાર આપવા કહેવામાં આવ્યું છે.
પોરબંદરના રેલ્વે સ્ટેશનમાં,પોરબંદરના બસ સ્ટેશન ખાતે તેમજ  પોરબંદરના પ્રવાસન ધામો ખાતે તેમજ  બોમ્બ ડિસ્પોઝલ કોડ અને ડોગ્સ કોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
દેશ સહિત પોરબંદરના  નાગરિકોને અપીલ છે કે,તેઓ સતર્ક રહે, પોતાની આંખ,નાક અને કાન ખુલ્લા રાખે.જો તમને આસપાસ કોઈ પણ વ્યક્તિ કે પ્રવૃત્તિ પર શંકા હોય, તો તાત્કાલિક પોલીસને જાણ કરો. કોઈપણ અફવા ન ફેલાવો અને સોશિયલ મીડિયા પર એવી કોઈ માહિતી શેર ન કરો જે તપાસમાં અવરોધ‚પ બને.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News