BREAKING NEWS

મહાપાલિકાની ગોથે ચડેલી પતંગ સ્થિર થઈ: પતંગોત્સવ ડીએચમાં નહીં, રેસકોર્સમાં યોજાશે, 21 દેશોના પતંગવીરો ભાગ લેશે

  • January 06, 2026 05:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનુ રાજકોટ ખાતે તા.૧૦ જાન્યુઆરીને શનિવારના રોજ સવારે ૯ કલાકે કવિ રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થીએટર, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું છે.


આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬માં ઓસ્ટ્રેલીયા, બ્રાઝિલ, કોલમ્બિયા, ડેનમાર્ક, સિંગાપોર, થાઈલેન્ડ, સ્વીડન, યુનાઈટેડ કિંગડમ જેવા કુલ ૨૧ દેશો તથા ભારતના મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, ઓડિશા, તામિલનાડુ, સિક્કિમ, વેસ્ટ બેંગાલ સહિત વિવિધ રાજ્યોના પતંગવીરો ભાગ લેશે. મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬ના અનુસંધાને આયોજન અને વ્યવસ્થાને આખરી ઓપ આપવા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬ના અનુસંધાને આયોજન અને વ્યવસ્થાને આખરી ઓપ આપવા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે મહાનગરપાલિકાના પદાધિકારીઓ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, નાયબ મ્યુનિસિપલ કમિશનર સમીર ધડૂક, સિટી એન્જીનીયરશ્રીઓ, સહાયક કમિશનર, મેનેજરશ્રીઓ, ડેપ્યુટી સિટી એન્જીનીયર, વોર્ડ ઓફિસર અને રાજકોટ મહાનગરપાલિકાના અન્ય અધિકારીઓ-કર્મચારીઓ, ગુજરાત પ્રવાસન વિભાગના પ્રતિનિધિશ્રી તેમજ એજન્સીના પ્રતિનિધિશ્રીઓ સાથે પતંગ મહોત્સવ સ્થળની મુલાકાત કરવામાં આવી જેમાં, મુખ્ય સ્ટેજ, સાઉન્ડ, એન્ટ્રી પોઈન્ટ, વી.આઈ.પી. પાર્કિંગ, જનરલ પાર્કિંગ, પતંગવીરોના સ્ટોલ, ડાયસ કાર્યક્રમ, પ્રેસ-મીડિયા વ્યવસ્થા, સલામતી બંદોબસ્ત, સફાઇ વગેરે બાબતોનું રીવ્યું કરવામાં આવ્યું તેમજ અધિકારીઓને તથા વિવિધ કામની એજન્સીના પ્રતિનિધિઓને સુચના આપવામાં આવી અને કાર્યક્રમ ખૂબ સફળ થાય તે મુજબ કામગીરી કરવા જણાવવામાં આવ્યુ હતું.


રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ શહેરીજનોને આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬ નિહાળવા ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application