BREAKING NEWS

જૂનાગઢમાં હાઈબ્રિડ ગાંજાનું આંતરરાષ્ટ્ર્રીય રેકેટ: વધુ ત્રણ મહિલા સહિત આઠ ઝડપાયા, રાજકોટની યુવતીને બેંગકોક ગાંજો લેવા મોકલી'તી

  • November 11, 2025 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાંથી ઝડપાયેલા ૧.૧૦ કરોડની કિંમતના ગાંજામાં પોલીસે ચાર યુવકોને ઝડપી લીધા હતા. ત્યારબાદ વધુ ઊંડાણપૂર્વકની તપાસમાં બેંગકોકથી ગાંજાનો જથ્થો લઈ આવનાર મહિલા સહિત વધુ આઠ યુવકોને ઝડપી લીધા હતા. પૂછપરછમાં બેંગકોકના હબીબી દ્રારા બેંગ્લોરના યુવકને ગાંજો અપાતો હતો જે તેના એજન્ટ અને કેરિયર મારફત અપાતું હોવાનું ખુલ્યું હતું. પોલીસે વધુ ૩૨ લાખનો ગાંજો ઝડપી વધુ પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. અત્યાર સુધીમાં એલસીબીએ હાઈબ્રીડ ગાંજા પ્રકરણમાં ૧૨ ઇસમોની ધરપકડ કરી છે. તેમજ બેંગકોક અને બેંગ્લોરના યુવકને ઝડપવા વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે શહેરમાં કરોડો રૂપિયાના ગાંજો પકડાય છે પરંતુ ચરસીઓ સામે કોઈ કાર્યવાહી થઈ છે કે કેમ અંગે કોઈ ફોડ પડાતો નથી. ​​​​​​​

રાજકોટની યુવતીને બેંગકોક ગાંજો લેવા મોકલી'તી

જૂનાગઢમા ગત સપ્તાહે ૧.૧૦ કરોડની કિંમતનો હાઇબ્રીડ ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. ચાર શખ્સોને ઝડપી લીધા હતા. વડોદરાના ઈરફાને રાજકોટની શેરબાનુ નાગાણી નામની યુવતીને બેંગકોક ગાંજો લેવા મોકલેલ હતી.એલસીબી એ  વડોદરા સુરત અને રાજકોટ ત્રણ ટીમો દ્રારા તપાસ અર્થે દોડાવવામાં આવી હતી.જેમાં શેરબાનુ નાગાણી ને સુરત અને ઈરફાન ખાન ઉર્ફે સોહીલ પઠાણને નવસારી તેના સસરાને ત્યાંથી ઝડપી લીધો હતો. ઈરફાન પાસેથી રૂ.૩૨.૭૯ લાખની કિંમતનો હાઇબ્રીડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. બંનેની એલસીબીએ ઊંડાણપૂર્વકની પૂછપરછ શ કરી હતી. 


સુરત ઉજમાના ઘરે જઈ ગાંજાનું પેકેટ લઈ આવ્યા

એમાં શેરબાનુ એ તેની પાસે રહેલ હાઈબ્રીડ ગાંજાનું પેકેટ વેરાવળના તેના મિત્ર સોહીલ શેખને મેં જણાવ્યું હતું અને સોહીલે સુરત ખાતે રહેતી તેની બહેન ઉજમાને કહેતા ઉજવાએ તેના સંપર્કમાં રહેલ ઈરફાન ને જાણ કરી હતી. અને સોહીલ તથા શેરબાનુ સુરત ઉજમાના ઘરે ગયેલ હતા. મુખ્ય વડોદરાના મુખ્ય આરોપી ઈરફાને ગાંજો લેવા માટે તેના મિત્ર અફઝલ જાનુ વાળાને વાત કરી હતી અને અફઝલ તેની પત્ની હાફિઝા પટેલ અને જાવીદ મિરજા, અને ગાવીદની પત્ની નીલોફર સુરત ઉજમાના ઘરે જઈ ગાંજાનું પેકેટ લઈ આવ્યા હતા. 


હાઇબ્રીડ ગાંજો મળી આવવા આંતરરાષ્ટ્ર્રીય કનેકશન ખુલ્યું 

પોલીસે ઇરફાન અને શેરબાનુ ની ધરપકડ ઉપરાંત તે બંનેની સાથે ગાંજાની હેરાફેરીમાં સામેલ થનાર મહિલા અને યુવકને પણ ઝડપી લીધા હતા. જેમાં કુલ મોઈન સતાર ખંધા રહે જુનાગઢ, સાહિલ દાદાભાઈ શેખ રહે પ્રભાસ પાટણ, શેરબાનુ નાગાણી રહે રાજકોટ, ઈરફાન ખાન ઉર્ફે સોહીલ ઉર્ફે ઇરફાન ડબલ પઠાણ રહે તાંદલજા વડોદરા, જાવીદ અલી મોહમ્મદ તુર્ક પઠાણ રહે વેરાવળ, અફઝલ મેમણ રહે વેરાવળ,હાફિઝા યુસુફભાઈ વોરા રહે અને નીલોફર વોરા એમ આઠ ની ધરપકડ કરી છે. ઈરફાનની ઉંડાણપૂર્વકની પૂછપરછ માં સમગ્ર હાઇબ્રીડ ગાંજો મળી આવવા આંતરરાષ્ટ્ર્રીય કનેકશન ખુલ્યું હતું. 


એસ.પી સુબોસ ઓડેદરાના જણાવ્યા મુજબ હાઇબ્રીડ ગાંજાનું મુખ્ય કનેકશન બેંગકોક છે હબીબી દ્રારા બેંગ્લોરમાં રહેતા અનુપ ઉર્ફ રવું દ્રારા નેટવર્ક ચલાવવામાં આવે છે. અનુપ મારફતે ઈરફાન તથા અન્ય અજાણ્યા ઇસમો કેરિયર તરીકે કામ કરતા હતા અને સમગ્ર ભારતમાં હાઇબ્રીડ ગાંજો પહોંચાડતા હતા. જેથી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અને હજુ પણ વધુ લોકોના અને કેરિયર તથા એજન્ટોના નામ ખૂલે તેવી સંભાવના સેવાઈ રહી છે. એલ સી બી એ કરેલ કાર્યવાહી દરમિયાન ગાંજો ઉપરાંત બે મોબાઈલ પણ મળી આવ્યા હતા. જેમાં રહેલા નંબર અને કોલ ડીટેલના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે. તેમજ  બેંગકોકના મુખ્ય સૂત્રધાર હબીબી તથા તેના એજન્ટને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. જૂનાગઢ શહેરમાં દર વર્ષે મોટી સંખ્યામાં ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો ઝડપાય છે, અગાઉ પોલીસને કોલ ડીટેલ પણ મળી હતી , કોણ ખરીદે છે અને કેટલા સામે કાર્યવાહી થઈ તે અંગે પોલીસ કોઈ ફોડ પાડતી નથી 


રાજકોટની શેરબાનુ ઉપરાંત હુસેન અને જહાંગીર પણ બેંગકોક ગયા

વડોદરાના મુખ્ય આરોપી ઇરફાને અગાઉ રાજકોટના શેરબાનુ નાગાણીને બેંગકોક ગાંજાનો જથ્થો લેવા મોકલેલ અને ગાંજો લીધા બાદ અમદાવાદ એરપોર્ટથી કાર મારફત આવી હતી. શેરબાનુ ઉપરાંત ઈરફાને હત્પસેન અને જહાંગીર પણ બેંગકોક ગયેલા હતા.


અત્યાર સુધીમાં ૧૨ આરોપી ઝડપાયા

એસ.પી ના જણાવ્યા મુજબ હાઈબ્રીડ ગાંજો ઝડપાવવા મામલે અગાઉ ચાર શખ્સોને ઝડપી લીધા હતા યારે બાદમાં ત્રણ મહિલા સહિત આઠને ઝડપતા કુલ એક ડઝન આરોપીઓ ઝડપાયા છે અને હજુ પણ વધુ ઝડપાવવાની સંભાવના છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application