BREAKING NEWS

મહેસાણાના રિજનલ વાયબ્રન્ટ સમિટમાં ૩.૨૪ લાખ કરોડના રોકાણની જાહેરાત

  • October 11, 2025 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહેસાણામાં રીજનલ વાઇબ્રન્ટ સમિટ સમાપન સંબોધન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ઉધોગ સાહસિકોઓએ રજૂ કરેલા વિચારો થી ઉત્તર ગુજરાત હવે માત્ર ભૌગોલિક પ્રદેશ નથી પણ ભાવિ ગુજરાતનું ઊર્જા કેન્દ્ર બન્યુ છે. પ્રાદેશિક કોન્ફરન્સના બે દિવસમાં ૨૧ ક્ષેત્રમાં ૧,૨૧૨ એમઓયુ થયા અને ૩.૨૪ લાખ કરોડના રોકાણો આવ્યાં છે. આ રોકાણ ગુજરાતનો જીડીપી વધારવા, માથાદીઠ આવક વધારવા અને રોજગારના નવા લયાંક હાસલ કરી સરકારના અભિગમને આગળ વધારવા નિર્ણાયક ભૂમિકા બજાવશે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રાદેશિક આકાંક્ષાઓ અને વૈશ્વિક મહત્વકાંક્ષની થીમ સાથે પ્રથમ રીઝનલ કોન્ફરન્સનો પ્રારભં શાનદાર થયો છે. ઉત્તર ગુજરાતથી રાય સરકારની આ પહેલથી ગુજરાતનો વિકાસ ગામથી ગ્લોબલ દિશામાં આગળ વધી રહ્યો છે. ઉત્તર ગુજરાતની હસ્તકલા, ડેરી ઉધોગ સોલાર એનર્જી અને શિક્ષણક્ષેત્રે જે
સંભાવનાઓ છે તે હવે ઇન્વેસ્ટરના વિઝનમાં સ્પષ્ટ્ર દેખાઇ રહી છે. સોઇલ ટુ સેલ્ફ, ક્રીટીકલ મીનરલ્સ, ઊર્જા ક્ષમતા, માસ્ટરપ્લાનની જાહેરાતથી વિકાસની નવી દિશા મળશે તેવી શ્રધ્ધા છે. ઉધોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું, કે, આ રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં અંદાજિત ૩૦ હજાર જેટલા લોકોએ ભાગ લીધો હતો અને ૭૨ દેશોના લોકો આ સમિટમાં જોડાયા હતા. આ ઉપરાંત વિવિધ દેશોના ઉધોગકારો અને સંગઠનો આ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવ્યા હતા, તેઓની સાથે ગુજરાતના ઉત્પાદનોની નિકાસ અંગેની બેઠકો થકી પણ ૫૦૦ કરોડનો વેપાર થયાનો અંદાજ છે.
આ બે દિવસીય કોન્ફરન્સ ઉત્તર ગુજરાતમાં ઉધોગ, રોકાણ અને રોજગારીની નવી તકો ઉભી કરશે. ઇનોવેશન, સ્ટેબિલિટી અને સર્વસમાવેશક વિકાસ માટેના રોલ મોડેલ તરીકે રાયને સ્થાપિત કરી રોકાણ તથા ઇનોવેશનના કેન્દ્ર તરીકે ગુજરાતનું સ્થાન મજબૂત કરશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News