BREAKING NEWS

ઈરાને ગાળિયો કસ્યો, હોર્મુઝ સ્ટ્રેટ પાર કરતા જહાજો પાસેથી ટ્રાન્ઝિટ ફી વસૂલશે

  • March 23, 2026 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, ઈરાને વૈશ્વિક અર્થતંત્રની જીવાદોરી ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ પર પોતાનું નિયંત્રણ વધુ કડક કર્યું છે. આ વચ્ચે, ઈરાને આ જળમાર્ગ પરથી પસાર થતા પસંદગીના જહાજો પર 2 મિલિયન ડોલર એટલે કે 20 લાખ ડોલરની ટ્રાન્ઝિટ ફી વસુલવાની જાહેરાત કરી છે. હકીકતમાં, ઈરાન દ્વારા આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે જો 48 કલાકની અંદર સ્ટ્રેટ સંપૂર્ણપણે ખોલવામાં નહીં આવે, તો યુએસ ઈરાનના પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કરશે.


યુએસ અને ઇઝરાયલ સાથે યુદ્ધમાં રહેલા ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા પસંદગીના જહાજો પર 2 મિલિયન ડોલર (રૂ. 18,76,00,300) ફી લાદવાનો નિર્ણય લીધો છે. દરમિયાન, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને નિકાસ અંગે તેહરાનની નીતિ સ્પષ્ટ કરતા કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ ઈરાનના વિરોધીઓ સિવાય બધા માટે ખુલ્લું છે.અહેવાલ મુજબ, સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના સભ્ય, ઈરાની સાંસદ અલાદ્દીન બોરોજેર્દીએ જણાવ્યું હતું કે આ ભારે ફી પહેલાથી જ લાદવામાં આવી છે, જે આ મહત્વપૂર્ણ જળમાર્ગને નિયંત્રિત કરવા માટે ઈરાનના નવા અભિગમને પ્રતિબિંબિત કરે છે.


અલૈદ્દીન બોરોજેર્દીના મતે, આ પગલું દાયકાઓ પછી હોર્મુઝ સ્ટ્રેટમાં એક નવા સાર્વભૌમ શાસનની સ્થાપનાને ચિહ્નિત કરે છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા કેટલાક જહાજો પાસેથી પરિવહન ફી વસૂલવામાં આવશે. 2 મિલિયન ડોલર રોકડ એકત્રિત કરવાથી ઈરાનની તાકાત દેખાય છે. અલૈદ્દીન બોરોજેર્દીએ યુદ્ધના ખર્ચને કારણ તરીકે ગણાવ્યું. તેમણે કહ્યું, "યુદ્ધમાં પૈસા ખર્ચ થાય છે. તેથી સ્વાભાવિક રીતે, આપણે આ કરવું પડશે અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પાસેથી પરિવહન ફી વસૂલવી પડશે.ઈરાની સાંસદના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, ઈરાન આ જહાજો પાસેથી પૈસા વસૂલીને યુદ્ધ માટે ભંડોળ એકત્ર કરશે.


ટ્રમ્પની ધમકી બાદ, ઈરાને કહ્યું છે કે જો ટ્રમ્પની ધમકી બાદ અમેરિકા તેના પાવર પ્લાન્ટ પર હુમલો કરશે, તો તેલ અને અન્ય નિકાસ માટે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ તાત્કાલિક સંપૂર્ણપણે બંધ થઈ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application