ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારતની મુલાકાત અમુક કારણોસર મુલતવી રાખી હતી, જો કે અમુક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુરક્ષા ચિંતાઓને કારણે આ મુલાકાત મુલતવી રાખવામાં આવી હતી જેને ઇઝરાયલે નકારી કાઢ્યા છે.નિવેદન અનુસાર, તેમને ભારતની સુરક્ષા વ્યવસ્થામાં સંપૂર્ણ વિશ્વાસ છે અને બંને પક્ષો મુલાકાત માટે નવી તારીખો પર સંકલન કરી રહ્યા છે.ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલય દ્વારા એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલનો ભારત સાથે અને વડા પ્રધાન નેતન્યાહૂ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેનો સંબંધ ખૂબ જ મજબૂત છે.
કેટલાક ઇઝરાયલી મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે નેતન્યાહૂ 2018 પછી ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત માટે ડિસેમ્બરમાં નવી દિલ્હીની મુલાકાત લેવાના હતા. આ મહિનાની શરૂઆતમાં દિલ્હીમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા ચિંતાઓને કારણે તેમણે આ મુલાકાત મુલતવી રાખી છે. આ અહેવાલોને સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે તે અનુમાનિત અને ભ્રામક છે. તેમણે ઉમેર્યું કે નેતન્યાહૂની મુલાકાત માટે પરસ્પર સંમત તારીખોને અંતિમ સ્વરૂપ આપવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
બંને પક્ષો વચ્ચે સંકલન બાદ, તેઓ ભારતની મુલાકાત લેશે. નેતન્યાહૂની ભારત મુલાકાત બંને દેશો વચ્ચે મજબૂત ભાગીદારી અને વ્યૂહાત્મક-આર્થિક સંબંધો માટે મહત્વપૂર્ણ છે. તેથી, આ મુલાકાત બંને દેશોની પ્રગતિ માટે જરૂરી છે. તેઓ ટૂંક સમયમાં બંને દેશો વચ્ચે વધતી ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે ભારતની મુલાકાત લેશે.