BREAKING NEWS

પ્રીમિયમ ટ્રેનોમાં મુસાફરી કરનારા માટે ટ્રેનનું જ ફૂડ લેવું ફરજિયાત

  • November 01, 2025 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેલવે અધિકારીઓ શું કહે છે?
ઇન્ડિયન એકસપ્રેસના અહેવાલ મુજબ, રેલવે અધિકારીઓએ દાવો કર્યેા છે કે નો ફડ વિકલ્પ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો નથી, પરંતુ તેના સ્થાનમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. એક વરિ અધિકારીએ જણાવ્યું હતું કે મુસાફરો માટે નાપસદં કરવાનો વિકલ્પ હજુ પણ તે જ પૃ પર ઉપલબ્ધ છે; તેમને ફકત કાળજીપૂર્વક જોવાની જર છે. તેમ છતાં, મુસાફરોમાં મૂંઝવણ અને અસંતોષ રહે છે, કારણ કે મોટાભાગના લોકો આ વિકલ્પ જોતા નથી. નિષ્ણાતો કહે છે કે રેલવેએ તેના પોર્ટલ અને એપ્સમાં પારદર્શિતા લાવવી જોઈએ જેથી મુસાફરોને કોઈપણ સેવાનો ઉપયોગ કરવાની ફરજ ન પડે
વંદે ભારત, શતાબ્દી અને રાજધાની એકસપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનોમાં મુસાફરી કરનારાઓ માટે એક નવી સમસ્યા ઊભી થઈ છે.
ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પેારેશનએ આ ટ્રેનો માટે ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં ચોરી ચોરી ચુપકે ચુપકે મોટો ફેરફાર કર્યેા છે, જેમાં નો ફડ ઓપ્શન એટલે કે ખોરાક વિના ટિકિટ બુક કરવાનો વિકલ્પ દૂર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી મુસાફરો આશ્ચર્યચકિત થયા છે, કારણ કે હવે તેઓ ન ઈચ્છે તો પણ ખોરાક માટે વધારાના ૩૦૦ થી ૪૦૦ પિયા ખર્ચવા પડે છે.પહેલાં, ઓનલાઈન ટિકિટ બુકિંગ દરમિયાન, મુસાફરો તેમની સુવિધા મુજબ નો મીલ અને નો ફડ વચ્ચે પસંદગી કરી શકતા હતા. આ ખાસ કરીને ટૂંકા પ્રવાસો પર મુસાફરી કરનારાઓ માટે મદદપ હતું જેઓ ટ્રેનમાં ખાવા માંગતા ન હતા. પરંતુ હવે, આ સુવિધા ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પેારેશનની વેબસાઇટ અને એપ્લિકેશન પર દેખાતી નથી, જેના કારણે મુસાફરોને ભોજનનો પ્રકાર (શાકાહારી, માંસાહારી, જૈન અથવા ડાયાબિટીસ ભોજન) પસદં કરવાની ફરજ પડે છે.મુસાફરોએ સોશિયલ મીડિયા પર પણ પોતાની નારાજગી વ્યકત કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application