જામનગર મહાપાલીકાની જન્મ-મરણ નોંધણી શાખામાં લોકોને અવારનવાર પરેશાની થતી હોવાની ફરિયાદો મળતી હોય છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસથી ૨૦૧૯ થી ૨૦૨૫ દરમ્યાન જન્મેલા લોકોના દાખલા મળી શકતા નથી, સર્વરમાં પ્રોબ્લેમ હોવાના કારણે તેમજ સરકારમાં ઇ-ઓળખ પોર્ટલનો ડેટા અપલોડ થયો ન હોય આ દાખલા નિકળી શકતા ન હોવાના કારણે લોકો પરેશાની ભોગવી રહ્યા છે. આ અંગે મ્યુ.કમિશ્નરને રાહુલ બોરીચાએ પત્ર લખી માંગણી કરી છે.
તેમણે મ્યુ.કમિશ્નરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કોર્પોરેશનની હદમાં રહેલી તમામ હોસ્પિટલોમાં અને ઘરે જન્મેલા ૨૦૧૯ થી ૨૦૨૫ દરમ્યાન જે દાખલા મળવા જોઇએ તે મળતા નથી, જન્મેલા લોકોનું પ્રમાણપત્ર ઇ-ઓળખ પોર્ટલ પર નોંધાયેલું હતું અને સબ રજીસ્ટ્રેશન સિસ્ટમ પર ટ્રાન્સફર થઇ રહ્યો છે ત્યારે આ સિસ્ટમને કારણે દાખલા મળતા નથી હવે કયારે મળશે તે અંગે પણ કોઇ સમય નકકી નથી. જો કે અધિકારીના જણાવ્યા મુજબ ઇ-પોર્ટલમાંથી સેન્ટ્રલ રજીસ્ટ્રેશન તબદીલ થાય છે તેથી આ સમસ્યા સર્જાય છે, હજુ થોડો સમય લાગશે પરંતુ હાલ તો લોકો પરેશાન થઇ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application