BREAKING NEWS

જામનગરમાં મુમુક્ષોના વર્ષીદાનના વરઘોડામાં જૈન જૈનેતરો જોડાયા

  • December 04, 2025 05:05 PM 

જામનગરના બાલમુમુક્ષ તિર્થભાઇ, મુમુક્ષ નંદીશભાઇ, મુમુક્ષ ધારીણીબેન નંદીતીર્થ પ્રયાણ કરતા આ નિમિતે આજે સવારે ૮-૩૦ વાગ્યે વર્ષીદાનનો વરઘોડો ચાંદીબજારથી નીકળ્યો હતો, ગુરૂ ભગવંતો અને જૈન જૈનેતરો મોટી સંખ્યામાં જોડાયા હતા, આ પુર્વે ગત રવિવારે કુંભ સ્થાપના, અઢાર અભિષેક, સોમવારે, સામુહીક ઔષધવ્રત અને પાટલા પુજન, મંગળવારે જામનગરના રત્નકુક્ષી માતા-પિતાનું સન્માન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

​​​​​​​


આ તમામ કાર્યક્રમો શેઠ પોપટલાલ ધારશીભાઇ જૈન બોર્ડીંગ સંકુલ ખાતે યોજાયા હતા. આવતીકાલે સવારે પ્રવજ્યાવિધિનો પ્રારંભ થશે તથા બપોરે સત્તરભેદી પૂજન તથા નૂતન મુીનરાજ સાથે તા. ૬ ના ગુરૂવરના ગૃહઆંગણે પગલા કરાવવામાં આવશે જે શેઠ પોપટલાલ ધારશીભાઇ જૈન બોડીંગ સંકુલ, જામનગરની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application