BREAKING NEWS

જામનગર : લાંચ કેસમાં જામજોધપુર પીજીવીસીએલના કર્મચારીનો નિર્દોષ છૂટકારો

  • November 05, 2025 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના ખેડુત લખમણભાઈ રાણાભાઈ પટેલે તા. ૩૦/૧૦/૨૦૧૨ ના જામનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.બી.સોલંકી રૂબરૂ ફરીયાદ કરેલ કે, જામજોધપુર પી.જી.વી.સી.એલ.માં હેલ્પર વિષયુક સહાગક તરીકે ફરજ બજાવતા ચંદુલાલ માથાલાલ પરમાર ફરીયાદીની વાડીએ આવેલા અને ફરીયાદીના કુવાના વીજ જોડાણના મીટરમાં ગેરરીતી જણાયેલી. આથી પાવર ચોરીનો કેસ થશે તેવું આરોપીએ જણાવેલું. આ કેસમા આરોપીએ ફરીયાદી પાસે લાંચની માંગણી કરેલી અને રકજકના અંતે રૂ.૬,૦૦૦ ની લાંચ આપવા જણાવેલ.


ફરીયાદીએ લાંચની રકમ આપવી ન હોય, જામનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનના પી.આઈ.સોલંકી રૂબરૂ ફરીયાદ આપેલ અને સોલંકીએ ૨ સરકારી પંચોને સાથે રાખી ફરીયાદીએ રજુ કરેલ રૂ.૬,૦૦૦ ની નોટો પર પાઉડર લગાવી ગીંગણી ગામે ફરીયાદીની વાડીએ લાંચનુ છટકુ ગોઠવેલ.


ફોન પર વાત કર્યા બાદ આરોપી ચંદુભાઈ પરમાર મોટર સાયકલ પર ફરીયાદીની વાડીએ આવેલ અને ઓરડીમાં રહેલું મીટર તપાસી ફરીયાદી સાથે વાતચીત કરી રૂ. ૫,૦૦૦ ની લાંચની રકમ સ્વીકારતા વાડીના કપાસના પાકમાં છુપાયેલા એ.સી.બી. સ્ટાફે આરોપીને રેડ હેન્ડેડ પકડી લીધેલ અને ધરપકડ કર્યા બાદ પોલીસ ઈન્સ્પેકટર બી.ડી.જાડેજાએ કેસની તપાસ કરી ચાર્જશીટ કરેલુ. આ કેસ જામનગરના મહે. પ્રિન્સીપાલ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરીયાદ પક્ષે આ કેસમાં ફરીયાદી ગુજરી ગયેલ હોય, ફરીયાદીના પુત્ર સહીત પાંચ સાહેદોને તપાસેલા હતા.


પુરાવો પૂર્ણ થતા સરકાર તરફે પ્રસ્તુત કેસમાં આરોપી કરીયાદીની વાડીએ આવી લાંચની માંગણી કરેલ અને રેઈડ દરમ્યાન આરોપીએ લાંચની રકમ સ્વીકારેલ હોવાનુ પંચની જુબાનીથી સાબિત થતુ હોય આરોપી પાસેથી લાંચની રકમ રેઈડીંગ પાર્ટીના સભ્યો રૂબરૂ કબજે કરેલ હોય, કેસ સાબિત માની સજા કરવા રજુઆત કરેલ હતી.


આ કેસમાં આરોપી તરફે વકિલ વી.એચ કનારાએ રજૂઆત કરી હતી કે, આ કેસમાં ફરીયાદીની જુબાની થાય તે પહેલા અવશાન પામેલ છે. આથી લાંચની રકમની પ્રથમ માંગણી કરેલી હોવાનો પુરાવો રેકર્ડ પર આવેલ નથી. રેઈક વખતે પંચની રૂબરૂમાં થયેલ વાતચીત અંગે પંચની સોગંદ પરની જુબાની અને અન્ય સાહેદોની જુબાની પરસ્પર વિરોધાભાસી છે. આરોપીએ લાંચની માંગણી કર્યા અંગે અને લોંચ તરીકે રોક્ય ૨કમ સ્વીકારી તે અંગે વિશ્વાસપાત્ર પુરાવો રજુ થયેલ નથી. આ સંજોગોમાં લાંચમાં આપવાની રકમ આરોપી પાસેથી કબજે કરવામાં આવેલી છે તે હકિકતથી ઓજ રીતે ફરીયાદી પાસે જે રોકડ રકમ હતી તે આરોપી પાસેથી મળી તેટલુ માની શકાય પરંતુ લાંચની રકમ તરીકે આરોપીએ સ્વીકારેલી તે હકિકત સાબિત ગણી શકાય નહી. આથી સરકારી કર્મચારી કોઈ વ્યક્તિ પાસેથી રોકડ સ્વીકારે તે હકિકત માત્રથી આરોપીએ સ્વીકારી રકમ લાંચની છે, તેવુ અનુમાન કરી શકાય નહી.


વધુમાં કનારાએ રજુઆત કરી હતી કે, ૫ જજોની બંધારણીય બેંચ ધ્વારા આપવામાં આવેલ નિરંજ દતાના ચુકાદા પર આધાર રાખી રજુઆત કરી હતી કે પ્રસ્તતુ કેસમાં આરોપીએ સ્વીકારેલી રકમ લાંચ તરીકે મળેલ હોવાનું સાભિત થતુ ન હોય આ રકમ લાંચની રકમ હતી તેવું ફરીયાદીના પુરાવાના અભાવે પુર્વ અનુમાન કરી શકાય નહી.


ઉભય પક્ષની રજુઆતો બાદ જામનગર પ્રિન્સીપાલ સેશન્સ જજ એન.આર.જોષીએ પ્રસ્તુત કેસમાં ફરીયાદીનું અવશાન થતા તેનો પુરાવો રેકર્ડ પર આવ્યો ન હોય અને ફરીયાદ પક્ષના કેસને સમર્થનકારક પુરાવો મળી આવેલ ન હોય. આરોપી પાસેથી કબજે કરવામાં આવેલી રકમ લાંચની રકમ હોવાનુ હકિકત શંકાસ્પદ છે તેવા તારણ પર આવી " સમર્થનકારક પુરાવા રજૂ ન થાય ત્યારે આરોપીને શંકાનો લાભઆપવો જોઈએ" આમ, ઠરાવી ફરીયાદ પક્ષ આરોપી સામેનો અપરાધ શંકાથી પર સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ છે. તેમ ઠરાવી આરોપીને નિદોર્ષ જાહેર કરી છોડી મુકવા હુકમ કર્યો છે.


આ કેસમાં આરોપી તરફે સિનીયર વકીલ વી.એચ. કનારા, એસ.બી. વોરીયા, ડી.એન. ભેડા, વી.ડી. બારડ, ‚પાબેન એન. વશરા, જે.એમ. નંદાણીયા, વી.એસ. ખીમાણીય, એ.એ. સફીયા, પી.ડી. વરૂ, જે.એ. નંદાણીયા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application