જામનગરની સંસ્થા દ્વારા ભોજલધામ (ફતેપુર - અમરેલી) ખાતે ૧૦ ફૂટ બાય ૧૦ ફૂટનો વિશ્વ વિક્રમી રોટલો બનાવી ગીનીશ વર્લ્ડ બુકમાં દાવો કરાશે
જામનગરની સંસ્થા દ્વારા ભોજલધામ (ફતેપુર - અમરેલી) ખાતે ૧૦ ફૂટ બાય ૧૦ ફૂટનો વિશ્વ વિક્રમી રોટલો બનાવી ગીનીશ વર્લ્ડ બુકમાં દાવો કરાશે
February 05, 2026 04:24 AM
જામનગરના જલારામ સેવા ટ્રસ્ટ અને પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ તથા જલારામ મંદિર - હાપા દ્વારા જામનગર ખાતે પ.પુ. સંત શિરોમણી જલારામ બાપાને ૭ ફૂટ બાય ૭ ફૂટ નો રોટલો બનાવી અર્પણ કરી વિશ્વ વિક્રમ નોંધાવવાનું ભગીરથ કાર્ય કરવામાં આવેલ હતું, તે જ રીતે અમરેલી જીલ્લાના ભોજલધામ (ફતેપુર-અમરેલી) ખાતે ઉજવણી થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વેળાએ તા.૬ ફેબ્રુઆરીના સમારોહના સમાપનમાં પૂજય વંદનીય જલારામબાપા જેમણે રોટલામાં રામ ભાળ્યા, તેમના સમર્થ ગુરૂદેવ પૂજય ભોજલરામ બાપાના ચરણોમાં ૧૦ ફૂટ બાય ૧૦ ફુટનો રોટલો બનાવી પૂ.ભોજલરામ બાપાને અર્પણ કરી વિશ્વ વિક્રમ નોંધાવવાનું કાર્ય કરવામાં આવશે.
આ પ્રસંગે ભોજલધામના મહંત ભક્તિરામ બાપુ તથા ભુપેન્દ્રભાઈ જોષી અને નિખીલભાઈ ઉપસ્થિત રહેશે.
આ વિક્રમી રોટલો પધરાવવાનો કાર્યક્રમ ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમના પ્રમુખ જીતુભાઈ લાલ અને જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ દતાણી તથા જલારામ સેવા ટ્રસ્ટના નવનિતભાઈ સોમૈયા, ભાવેશભાઈ પટેલ અને વીરલભાઈ સોનીની ઉપસ્થિતીમાં આ વિશ્વ વિક્રમ ધર્મકાર્ય આયોજીત કરવામાં આવશે.