BREAKING NEWS

ગુજરાત પ્રદેશ નવનિયુક્ત પદાધિકારીઓની નિમણુંકને આવકારતું જામનગર શહેર ભાજપ

  • December 29, 2025 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાજી અને કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનજીની સહમતીથી ભાજપા ગુજરાત પ્રદેશ પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવેલ. નવનિયુક્ત સંગઠનના માળખામાં લગભગ તમામ જ્ઞાતિ, જાતિ, પ્રાંત, પ્રદેશ ના કાર્યકર્તા / નેતાઓને સ્થાન આપવામાં આવેલ છે. યુવા અને અનુભવીઓનો સમન્વય જોવામાં મળ્યો છે.

​​​​​​​જેમાં મહામંત્રી તરીકે અનિરુદ્ધભાઈ દવે, (કચ્છ), ડો. પ્રશાંતભાઈ કોરાટ (રાજકોટ જીલ્લો), અજયભાઈ બ્રહ્મભટ્ટ (ખેડા) હિતેન્દ્રસિંહ ચૌહાણ (સુરેન્દ્રનગર), ઉપપ્રમુખ તરીકે જયદ્રથસિંહ પરમાર (પંચમહાલ),  રમેશભાઈ ધડુક (પોરબંદર), ભરતભાઈ પંડ્યા (અમદાવાદ જીલ્લો), રાજેશભાઈ ચુડાસમા (જૂનાગઢ જીલ્લો), નટુજી ઠાકોર (મહેસાણા), ગીતાબેન રાઠવા (છોટા ઉદેપુર), ગૌતમભાઈ ગેડીયા (સુરેન્દ્રનગર), અરવિંદભાઈ પટેલ (વલસાડ),  રસિકભાઈ પ્રજાપતિ (વડોદરા જીલ્લો), ઝંખનાબેન પટેલ(સુરત શહેર), મંત્રી શંકરભાઈ આમ્બલિયાર (દાહોદ), ડો. સંજયભાઈ દેસાઈ (બનાસકાંઠા), નીરવભાઈ અમીન (આણંદ), કૈલાશબેન ગામીત (તાપી), મુક્તિબેન મયંકકુમાર જોષી (મહીસાગર), સોનલબેન સોલંકી (વલસાડ), પ્રદીપસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડ (સાબરકાંઠા), સીતાબેન પટેલ (મહેસાણા), આશાબેન નકુમ (જામનગર), પ્રીતિ હરજીવનભાઈ પટેલ (બનાસકાંઠા), કોષાધ્યક્ષ ડો.પરિન્દુ ભગત (અમદાવાદ), સહ કોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારીયા (મોરબી), કાર્યાલય મંત્રી નાથભાઈ શાહ (અમદાવાદ), મુખ્ય પ્રવક્તા ડો. અનિલ પટેલ (અમદાવાદ) મીડિયા ઇન્ચાર્જ પ્રશાંતભાઈ વાળા (રાજકોટ શહેર), યુવા મોરચા પ્રમુખ ડો. હેમાંગભાઈ જોષી (વડોદરા શહેર), મહિલા મોરચા પ્રમુખ અંજુબેન વેકરીયા (સુરત શહેર), કિસાન મોરચા પ્રમુખ હિરેનભાઈ હિરપરા (અમરેલી), ઓ.બી.સી. મોરચા પ્રમુખ માનસિંહ પરમાર (ગીર સોમનાથ), એસ.સી. મોરચા પ્રમુખ ડો. કિરીટભાઈ સોલંકી (અમદાવાદ), એસ.ટી. મોરચા પ્રમુખ ગણપતભાઈ વસાવા (સુરત જીલ્લો), લઘુમતી મોરચા પ્રમુખ નાહિન કાઝી (ભાવનગર શહેર) ને નિયુક્તિ આપવામાં આવેલ છે. 


ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસુરિયાં, મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ,  ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, સાશક પક્ષના નેતા આશિષભાઇ જોશી, દંડક કેતન નાખવા, શિક્ષણ સમિતિ ચેરમેન પરષોત્તમભાઇ કકનાણી, સહીત કોર્પોરેટરો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ મેયરો, પૂર્વ પ્રમુખો સહીત વોર્ડ પ્રમુખો, કાર્યકર્તા દ્વારા ગુજરાત પ્રદેશ નવનિયુક્ત પદાધિકારીઓની નિમણુંકને આવકારેલ હતી, તેમ ભારતીય જનતા પાર્ટીના મીડિયા ક્ધવીનર ભાર્ગવ ઠાકરની એક અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application