જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રતિવર્ષ કેન્દ્રિય બજેટ (પ્રિ-બજેટ) અંગેના સુચનો કેન્દ્રના નાણામંત્રી તથા આપના સાંસદ પુનમબેન માડમને રજુ કરવામાં આવતા હોય છે અને આપના ઘણાં ખરા સુચનોને સ્વીકારવામાં પણ આવે છે. તે રીતે આ વર્ષે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારમણજીએ વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ને રવિવારના રોજ રજુ કરેલ. જેમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા આ બજેટમાં ફાયનાન્સ બિલ, ૨૦૨૬માં રજુ થયેલા સીધા કર સંબંધિત પ્રસ્તાવો ભારતની કર વ્યવસ્થાને વધુ સરળ, સ્પષ્ટ અને વિકાસમુખી બનાવવાની દિશામાં લેવાયેલ મહત્વપુર્ણ પગલું દર્શાવે છે. આ પ્રત્સાવોનો મુખ્ય ભાર કર દરોમાં વધારો કરવાનો નથી, પરંતુ કર પાલનને સરળ બનાવવો, વિવાદો અને લાંબા સમય સુધી ચાલતા કેસોમાં ઘટાડો કરવો, તેમજ કર કાયદાની અંદરની વ્યવસ્થાત્મક ખામીઓને દુર કરવાનો છે.
સાથે સાથે, ડીજીટલ વ્યવસાય, વૈશ્ર્વિક મુડીના પ્રવાહ અને સહકારી સંઘવાદ જેવી આધુનિક આર્થિક હકીકતો સાથે કર વ્યવસ્થાને વધુ સુસંગત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૬માં ભારત પોતાને એક સ્થિર, વિશ્ર્વસનીય અને આકર્ષક રોકાણ ગંતવ્ય તરીકે રજુ કરી રહ્યું છે. તે સંદર્ભમાં આ સુધારાઓ આવકના હિતો અને કરદાતાની સુવિધા, ન્યાય સંગતતા તથા વહીવટી નિશ્ર્ચિતતા વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે.
સમગ્ર રીતે જોવામાં આવે તો ફાયનાન્સ બીલ, ૨૦૨૬ હેઠળ સુચવાયેલા સીધા કર સુધારાઓ માત્ર આવક વધારવા પર કેન્દ્રિત પરંપરાગત અભિગમથી દુર જઇને વધુ સંતુલિત અને વ્યાપક દ્રષ્ટિકોણ રજુ કરે છે. કર પાલનને સરળ બનાવવું, કાયદામાં સ્પષ્ટતા લાવવી, અનાવશ્યક દંડ અને વિવાદોમાં ઘટાડો કરવો તથા મહત્વના અને વ્યુહાત્મક ક્ષેત્રોને પ્રોત્સાહન આપવું આ તમામ પગલાં લાંબા ગાળાની આર્થિક વૃદ્ધિ માટે મહત્વપુર્ણ છે. આવા સુધારાઓ દ્વારા કરદાતા અને કર પ્રશાસન વચ્ચે વિશ્ર્વાસ વધે છે. વિદ્યાર્થીઓ વ્યવસાયિકો અને નાગરિકો માટે આ ફેરફારોએ સ્પષ્ટ કરે છે કે કર નીતિ માત્ર આવક વસુલવાનો સાધન નથી, પરંતુ દેશના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપુર્ણ ભુમિકા ભજવી શકે છે. ખાસ કરીને જામનગર માટે ૌરવ સમાન ગ્લોબલ ટ્રેડીશનલ મેડીસન સેન્ટરમા: એબીડન્સ બેઝ રિસર્ચ માટે ફંડની ફાળવણી કરવામાં આવેલ છે.
જામનગર ચેમ્બર દ્વારા કેન્દ્રિય નાણામંત્રીને પ્રિ બજેટ સુચનો મોકલવામાં આવેલ હતા જેમાં શેર બાયબેકના ટેકસેશનને લાગત કરેલી ચેમ્બરની રજુઆતને સ્વીકારીને નાના નોન પ્રમોટર રોકાણકારો પર કર ભારણ ઓછું આવે તેવો ફેરફાર સુચવવામાં આવેલ છે.
જામનગરની જીવાદોરી સમાન મુખ્ય ઉદ્યોગ એવા બ્રાસ ઉદ્યોગમાં સ્ક્રેપના વ્યવસાયકરોને સ્ક્રેપના વેચાણ વધુ ટીસીએસની જોગવાઇને અનુલક્ષીને ચેમ્બર પોસ્ટ બજેટ મેમોરેન્ડમમાં ભારપુર્વક રજુઆત કરશે તેમ માનદમંત્રી કૃણાલ શેઠની યાદીમાં જણાવ્યું છે.