ચારણ સમાજ સોનલધામ જામનગર અને આઇશ્રી સોનલમાઁ શૈક્ષણિક અને સામાજીક ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે આઇશ્રી સોનલમાઁ જન્મોત્સવની આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, ગઇકાલે આઇશ્રી સોનલધામ ૪૯ દિ.પ્લોટ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં.

જેમાં સવારે ૭:૩૦ વાગ્યે ઘ્વજારોહણ, ૮ વાગ્યે શોભાયાત્રા, ૧૦:૧૫ વાગ્યે શ્રી સોનલમાઁના પ્રવચનની ઓડીયો કેસેટ શ્રોતાજનોને સંભળાવવામાં આવી હતી, ૧૦:૩૦ વાગ્યે કલાકાર અશ્ર્વિન ગઢવી દ્વારા સોનલ વંદના, ૧૧ થી ૧૨:૩૦ દરમ્યાન ધર્મસભા અને વિદ્યાર્થી તથા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ સમુહપ્રસાદ અને સાંજે ૬ વાગ્યે રાસગરબા, ૮:૩૦ વાગ્યે ચારણબાળાઓ દ્વારા સંઘ્યા આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતાં તેમજ શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ રૂ.૩૨.૫૦ લાખના ખર્ચે માઁના મંદિરના પ્રાંગણમાં બનેલા ડોમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે આઇશ્રી સોનલબીજ સમિતિના પ્રમુખ લક્ષ્મણભાઇ ગઢવી, મોહનભાઇ ગઢવી, ટ્રસ્ટના પ્રમુખ દેવીદાનભાઇ ગઢવી, ઉપપ્રમુખ રાણાભાઇ ગઢવી સહિતના બહોળી સંખ્યામાં ચારણ સમાજના સભ્યો પરીવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application