BREAKING NEWS

જામનગર જિલ્લા ભાજપ દ્વારા અલિયા જિલ્લા પંચાયત સીટનું સ્નેહમિલન યોજાયું...

  • November 17, 2025 01:41 PM 

ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગર તાલુકાના ફલ્લા ગામે અલિયા જિલ્લા પંચાયત સીટનું સ્નેહ મિલન ઉષ્માભર્યા વાતાવરણમાં યોજાયેલ. આત્મ નિર્ભર ભારત સંકલ્પ અભિયાન હેઠળ યોજાયેલ આ સ્નેહ મિલન સમારોહમાં રાજયના પૂર્વ કેબીનેટ મંત્રી અને ૭૭-જામનગર (ગ્રામ્ય) વિસ્તારના ધારાસભ્ય રાધવજીભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનોદ ભંડેરી, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશભાઈ મુંગરા, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, માર્કેટ યાર્ડ જામનગરના ચેરમેન મુકુંદભાઈ સભાયા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, જામનગર જિલ્લા ભાજપ મંત્રી કુમારપાલસિંહ રાણા, જામનગર તાલુકા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ જાડેજા, આગેવાનો મનોજભાઈ ચાવડીયા, કમલેશભાઈ ધમસાણીયા, ભરતસિંહ, મકનભાઈ, હકાયદા સહિત તાલુકા પંચાયતના ચુંટાયેલ સભ્યો, સરંપચ, બુથ પ્રમુખો અને મોટી સંખ્યામાં ભાજપના શુભેચ્છકો-નાગરિકો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેલ.


સૌ આગેવાનોએ કાર્યકરો અને શુભેચ્છકોને દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવેલ. સંગઠનને વધુ મજબુત બનાવવાની અને માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 'આત્મનિર્ભર ભારત' બનાવવાના સંકલ્પને સાકાર કરવા સકલપ લીધેલ.



તેમજ હર ઘર સ્વદેશી -ઘર ઘર સ્વદેશીના મંત્રને નૂતન વર્ષમાં અપનાવી સૌને સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરવા અપીલ કરેલ. અત્રે ઉલ્લેખનીય છે કે નાનામાં નાનો કાર્યકર પણ આગેવાનો સાથે અંગત રીતે મળી શકે તે માટે ભાજપ દ્વારા જિલ્લા પંચાયત સીટ વાઈઝ સ્નેહ મિલનો યોજવામાં આવેલ છે તેમ જિલ્લા મીડીયા સેલના કન્વીનર નરેન્દ્રસિંહ પરમારની યાદી જણાવે છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application