જામનગર જીલ્લા સહકારી સંથ અને ઉદયભાણસિંહજી રીજીયોનલ ઈન્સ્ટીટયુટ ઓફ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તા.૦૫/૦૧/૨૦૨૬ના રોજ ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતિ, હાપા મુકામે,તા.૦૮/૦૧/૨૦૨૬ના રોજ હડીયાણા સેવા સહકારી મંડળી લી., મું.હડીયાણા, તા.જોડીયા ખાતે તેમજ તા.૦૯/૦૧/૨૦૨૬ના રોજ જામનગર જિલ્લા સહકારી સંઘ, જામનગરમાં ખેડૂતો માટે ગોડાઉન અવેરનેશ પ્રોગામ યોજવામાં આવેલ.
આ પ્રોગ્રામમાં ઉદયભાણસિંહજી રીજીયોનલ ઈન્સ્ટીટયુટ ઓફ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ, ગાંધીનગરના ડાયરેકટર નીલુબેન પાંડે તેમજ ડો.એ.કે.અસ્થાના ખેડૂતોને ગોડાઉનની જરૂરીયાત, તેનાથી થતા ફાયદાઓ અને કેન્દ્ર સરકાર દવારા ચલાવવામાં આવતા વેર હાઉસો દવારા ખેડૂતોને માલ સામે કેવી રીતે ધિરાણ મળે છે વિગેરે બાબતો વિસ્તાર પૂર્વક સમજાવેલ. આ પ્રોગ્રામમાં ખેડુતોને ગોડાઉન બનાવવા માટે બેન્ક મારફત કેવી રીતે લોન મેળવવી તેની સમજણ ઘી જામનગર ડીસ્ટ્રકટ કો-ઓપરેટીવ બેન્ક લી.ના લોન અધિકારી સુરેન્દ્રસિંહ જાડેજાએ આપેલ. હાપા મુકામે આવેલ કેન્દ્ર સરકાર દવારા ચલાવવામાં આવતા વેર હાઉસની ખેડૂતોને પ્રત્યક્ષ મુલાકાત લેવડાવી તેમના માલની જાળવણી વૈજ્ઞાનિક ઢબે કેવી રીતે કરવામાં આવે છે તેની સમજણ આપેલ.
આ ઉપરાંત જામનગર તેમજ દેવભૂમિ દવારકા જિલ્લામાં નવી નોંધાયેલ મંડળીઓને માર્ગદર્શન આપવા માટે તા.૬ અને ૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી., જામનગરમાં બે દિવસનો ટ્રેનિંગ પ્રોગામ પણ જામનગર જીલ્લા સહકારી સંઘ અને ઉદયભાણસિંહજી રીજીયોનલ ઈન્સ્ટીટયુટ ઓફ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ, ગાંધીનગરના સંયુકત ઉપક્રમે યોજવામાં આવેલ. આ કાર્યક્રમમાં જીલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, જામનગર અજયભાઈ સિદપરા ખાસ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને માર્ગદર્શન આપેલ. તેમજ આ પ્રસંગે જામનગર જિલ્લા સહકારી સંઘના માનદમંત્રી અને સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીના ડાયરેકટર વશરામભાઈ ચોવટીયા તેમજ સોસાયટીના અન્ય હોદેદારોએ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરેલ. સમગ્ર કાર્યક્રમોનું આયોજન અને સંચાલન સંઘના એકઝીક્યુટીવ ઓફીસર પ્રજ્ઞેશભાઈ નાકરાણીએ કરેલ.