BREAKING NEWS

જામનગર જિલ્લા પ્રમુખ અક્ષયભાઈ માડમ અને સભ્યોનું ( મિશન ન્યુ ઇન્ડિયા) અમદાવાદ ખાતેના શપથ સમારોહમાં સન્માન કરાયું....

  • October 07, 2025 06:26 PM 

તા.૩/૧૦/૨૦૨૫ ના રોજ મિશન નવ ભારત (મિશન ન્યુ ઇન્ડિયા) નો શપથ સમારોહ અમદાવાદ શહેરની મુખ્ય શાખા ખાતે યોજાયો હતો. આ સમારંભમાં તમામ સભ્યોએ એક સ્વરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સપનાનું નવું ભારત બનાવવા માટે શપથ લીધી હતી તેમજ શપથના મુખ્ય વિષયો જેવા કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત, સ્વદેશી અપનાવો, બ્લડ ડોનેશન અને જળ સંરક્ષણ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.

​​​​​​​

આ શપથ સમારોહ મિશન નવ ભારતના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેરનાં નેતૃત્વ હેઠળ યોજાયો હતો. જેમાં મિશન નવ ભારતનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્યજીનાં અધ્યક્ષસ્થાને તેમજ આંતરરાષ્ટ્રીય સંત બૌદ્ધિક મંચના મહામંત્રી પરમ પૂજ્ય શંકરગિરી મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં જામનગર જિલ્લા પ્રમુખ અક્ષયભાઈ માડમ, પ્રદેશ મહામંત્રી સુનિલ મહેતા, જામનગર શહેર પ્રમુખ રાજેશ કારીયા તથા ગુજરાત પ્રદેશ અને જામનગર જિલ્લા ના મહિલા હોદ્દેદારોનું ભારત માતા ની છબી અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application