BREAKING NEWS

જામનગરના વ્યાપારીને ચેક રીટર્નનાં ૫ કેસોમાં ૧૦ વર્ષની સજા

  • December 20, 2025 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરમાં ઓમ ટ્રેડિંગના નામથી ઓફિસ ધરાવતા તેમજ જામનગર ખાતે વસવાટ કરતો તથા શેર બઝારમાં રોકાણ અને ટ્રેડિંગનો વ્યવસાય વેપાર ધંધો કરતાં હિરેનભાઈ મહેન્દ્રભાઈ ધબ્બાએ પોતાના ધંધામાં રોકાણ કરવાથી ઉચ્યું વળતર મળશે તેવી લોભામણી જાહેરાતો કરેલ જેથી તે જાહેરાતોથી આકર્ષાય જામનગરના અનેક લોકો પાસે ૧૧ માસ માટે રોકાણના નામે મોટી રકમો મેળવી હતી તે જાહેરાતથી આકર્ષાય જામનગરમાં બાલાજી પાર્ક-૩, ડિફેન્સ કોલોની, એરફોર્સ-૧ પાસે જામનગર ખાતે વસવાટ કરતાં નિવૃત આર્મી-મેન રણવીર પ્રતાપસિંઘ સુધાકર સિંઘ પાસેથી આરોપી હિરેન મહેન્દ્રભાઈ ધબ્બાએ સંબંધદાવે હાથઉછીના રૂ.૩૩,૦૦,૦૦૦/- અગિયાર માસ માટે અમુક રકમ બેન્ક ખાતા મારફતે લીધેલા તથા અમુક રકમ રોકડમાં મેળવેલ હતી.


તે ઉપરાંત પંચનાથ એપાર્ટમેન્ટ, સરદાર પટેલ સ્કૂલ સામે, સોલેરિયમ રોડ જામનગર ખાતે વસવાટ કરતાં નિવૃત આર્મી-મેન હસમુખભાઈ પ્રભુભાઈ ચિહલા પાસેથી પણ આરોપી હિરેન મહેન્દ્રભાઈ ધબ્બાએ સંબંધદાવે હાથઉછીના રૂ.૧૦,૫૦,૦૦૦/- અગિયાર માસ માટે અમુક રકમ બેન્ક ખાતા મારફતે લીધેલા તથા અમુક રકમ રોકડમાં મેળવેલ હતી તથા તે બન્ને ફરિયાદીઓને તે રકમની પરત ચૂકવણી માટે પોતાના આઈ.સી.આઈ.સી.આઈ. બેન્ક આવેલ ઓમ ટ્રેડિંગના ખાતાના ચેકો સહી કરી આપી, અલગ અલગ ૫ (પાંચ) ચેકો આપેલ હતા તથા તે રકમ ઉપર વળતર અલગથી ચૂકવવા અંગે તથા ૧૧ માસ પછી રકમ પરત આપવા અંગે બન્ને ફરિયાદીઓ જોગ સમજૂતી કરાર પણ કરી આપેલ. જે તમામ, પાંચેય ચેકો બન્ને ફરિયાદીઓ પોતાના બેન્ક ખાતા મારફતે વસૂલાત માટે ભરતા, કુલ મળી રૂ.૪૩,૫૦,૦૦૦/- પાંચેય ચેકો અપુરતા ભંડોળનાં કારણે પરત ફરતા ફરિયાદીએ આરોપી ધોરણસર નોટીસ આપેલ.


જે મળી જવા આરોપીએ નોટીસ મુજબની રકમ ન ચૂકવતા ફરિયાદી ૧) રણવીર પ્રતાપસિંઘ સુધાકર સિંધ તથા ૨) હસમુખભાઈ પ્રભુભાઈ ચિહલા દ્વારા ધી. નેગોશીએબલ ઇન્સટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ મુજબની કુલ ૫ ફરિયાદો, ઓમ ટ્રેડિંગના પ્રો. હિરેનભાઈ મહેન્દ્રભાઈ ધબ્બા વિરૂધ્ધ નોંધાવેલ હતી. જે પાંચેય કેસો અદાલતમાં ચાલતા આરોપી દ્વારા એવો બચાવ લેવામાં આવેલ હતા. જેની સામે ફરિયાદ પક્ષે રોકાયેલ વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલો કે, ફરિયાદીઓની જુબાનીઓમાં કોઈ ભૂલ થયેલ હોય તો તેનો લાભ આરોપીને મળવા પાત્ર નથી.આરોપીએ પોતાનો કેસ સાબીત કરવો જોઈએ વિગેરે દલીલો કરેલ જે ધ્યાને લઇ જામનગરનાં ૫ માં એડી. ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ એમ. આર. લાલવાણી દ્વારા આરોપી ઓમ ટ્રેડિંગ કંપનીના પ્રો. હિરેનભાઈ મહેન્દ્રભાઈ ધબ્બાને કુલ ૫ કેસેમાં તક્સીરવાન ઠરાવી, દરેક કેસમાં બે વર્ષ લેખે, કુલ ૧૦ વર્ષની સજા તથા રૂ.૪૩,૫૦,૦૦૦/- નો દંડ તથા દંડ ન ભરે તો વધુ ૧૫ માસની સજાનો હુકમ કરેલ છે તથા દંડની રકમ રૂ.૪૩,૫૦,૦૦૦/- બન્ને ફરિયાદીઓને તેઓના ચેક મુજબની રકમ વળતર તરીકે ચુકવી દેવા હુકમ કરેલ છે.બન્ને ફરિયાદીે તરફે વકીલ ઉદયસિંહ ડી. ચાવડા, બેનઝીર એ. જુણેજા, કપિલ તીર્થાણી તથા વિરાજસિંહ યુ. ચાવડા રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application