સંગઠન સંરચના અન્વયે ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર અધ્યક્ષ માટે ચૂંટણી યોજાયેલ. ચૂંટણી ક્લસ્ટર ઈનચાર્જ બાબુભાઈ જેબલિયા, ચૂંટણી ઈનચાર્જ જાનકીબેન આચાર્ય, સંગઠન મંત્રી પલ્લવી બેન ઠાકર, રાજુભાઈ ધારેયા, દ્વારા સર્વ સંકલન સાધી જામનગર શહેર અધ્યક્ષ તરીકે બીનાબેન કોઠારીની અધ્યક્ષ તરીકે જાહેર કરેલ.
બીનાબેન કોઠારી આશરે બે દાયકા થી વોર્ડ સ્તરે થી કાર્ય કરતા આવ્યા છે. પોલિટિકલ સાયન્સ નો અભિયાસ પૂર્ણ કરેલ, બેન બીનાબેન કોઠારી વોર્ડ સ્તર થી લઇ મહિલા મોરચા માં મહત્વ ની ભૂમિકા નિભાવી ચુકયા છે, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેટર અને જામનગર ના મેયર તરીકે જવાબદારી નિભાવી ચુકયા છે. સમગ્ર ગુજરાતમાં શહેર અધ્યક્ષ તરીકે એક માત્ર મહિલા અધ્યક્ષ ની નિમણુંક થઇ હોય એ જામનગર મહાનગર છે. અને જામનગરના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટી હોદેદારો, શહેર સંગઠનના પદાધિકારીઓ સૌ કોઈ માટે આ નિમણુંક એક ગર્વ ભરી નિમણુંક બની રહી છે, ગુજરાતમાં પ્રથમ મહિલા અધ્યક્ષ જામનગરને મળેલ. સંગઠન સંરચના અન્વયે દરખાસ્ત અને ટેકો આપનાર તથા બહાલીની પ્રક્રિયાને અંતે ક્લસ્ટર ઇન્ચાર્જ તરીકે પધારેલ બાબુભાઇ જેબલીયા એ બીનાબેન કોઠારીની શહેર અધ્યક્ષ તરીકે નામની જાહેરાત કરેલ.

સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા સહીત મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, મેયર વિનોદ ખીમસુરીયા, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, શાસક પક્ષ નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, શિક્ષણ સમિતિ ચેરમેન પરષોત્તમ કકનાણી, પૂર્વ પ્રમુખો હસમુખભાઈ હિંડોચા, નિલેશભાઈ ઉદાણી, અશોક નંદા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, સહિત કોર્પોરેટર, વોર્ડ પ્રમુખો, મોરચાના, પદાધિકારીઓ, વિશાલ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ, વેપારીઓ, ભાજપ સમર્થકો, પ્રબુદ્ધ નાગરિકો એ આ નિમણૂકને આવકારેલ.
જામનગર શહેર નારી શક્તિકરણ નું એક સ્વરૂપ બની રહ્યું છે, જેનો ગર્વ સૌ કાર્યકર્તાઓ એ લીધેલ, તથા શહેર અધ્યક્ષ તરીકે બિનેબેન કોઠારીની નિમણુંકને આવકારેલ છે. ભારતીય જનતા પાર્ટી મીડિયા સેલ કન્વીનર ભાર્ગવ ઠાકરની અખબારી યાદી માં જણાવવામાં આવેલ છે.
