BREAKING NEWS

જામનગરમાં જુની અદાવતમાં હુમલો અને તોડફોડથી ચકચાર

  • October 09, 2025 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના દિ.પ્લોટ વિસ્તારમાં અગાઉ થયેલી માથાકુટના મામલે ફરી બધડાટી બોલ્યાનો મામલો પોલીસ મથકમાં લઇ જવામાં આવ્યો છે, જુની અદાવતના કારણે મામા-ભાણેજ પર છરી, ઢીકાપાટુ વડે હુમલો કર્યાની તેમજ ધમકી દીધાની બે શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી હતી, દરમ્યાન નહેરુનગરમાં રહેતી મહિલા દ્વારા ૧૩ સામે ફરીયાદ નોંધાવી છે જેમાં અગાઉની માથાકુટ બાબતે ટોળુ તેણીના ઘરે આવી જાતી પ્રત્યે અપમાનીત કરી બાથરૂમના દરવાજા તોડી નાખી બહાર પડેલા બે વાહન સળગાવી નાખી નુકશાન પહોચાડવામાં આવ્યુ હતું. આ બંને પક્ષની ફરીયાદ અનુસંધાને પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.


જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા રોહિત ચંદુભાઈ લીંબડ નામના ૪૩ વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના ભાણેજ ઉપર છરી અને ઢીકાપાટુ વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે દિ.પ્લોટ ૫૮માં રહેતા હાર્દિક ડાંગર અને સુભાષ પરા વિસ્તારમાં રહેતા નીતિનભાઈ નામના બે શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.


ફરીયાદી મોટરસાયકલ લઇને જતા હોય ત્યારે આરોપી પોતાની એકસેસ લઇને સામા મળેલ ફરીયાદીના ભાણેજને આરોપી સામે ૧૫ દિવસ પહેલા ઝઘડો થયો હતો જેથી વાચતીત કરેલ અને ફરીયાદીના ભાણેજને વાત કરવા બોલાવેલ દરમ્યાન મામલો ઉગ્ર બન્યો હતો અને ફરીયાદીના ભાણેજને માર મારવા લાગતા ફરીયાદી છોડાવવા જતા તેમના પર હુમલો કરી ધમકી દીધાની પોલીસ ફરીયાદમાં જણાવવામાં આવ્યુ હતું. 


શંકરટેકરી નહે‚નગરમાં રહેતા સુનીતાબેન દિનેશભાઇ સીંગરખીયા (ઉ.વ.૫૦)એ સીટી-સી ડીવીઝનમાં રીટાબેન ઉર્ફે બેનાબેન રોહીત લીંબડ, રોહીત ચંદુભાઇ લીંબડ, જગદીશ વિજય વરાણીયા, જશુ સુરેશ પરમાર, મેહુલ રાજેશ સાકરીયા, શીતલ કેશુ વરાણીયા, પુજા રાજેશ વરાણીયા, જયેશ સિંહોરા, સુમીત રાજુ વરાણીયા, મિતલ સુરેશ પરમાર, દેવરાજ ઉર્ફે બચુ કેશુ વરાણીયા, જીત રોહીત લીંબડ, મિહીર રાજેશ વરાણીયા રહે. શંકરટેકરી સુભાષપરા શેરી નં. ૨ની વિરુઘ્ધ બીએનએસ, એટ્રોસીટી, જીપીએકટ ૧૩૫-૧ મુજબ ફરીયાદ નોંધાવી છે.


ફરીયાદીના દિકરા નિતીનને આરોપીઓ સાથે કોઇ માથાકુટ થયેલ હોય જેથી તેને શોધવા બધા માણસોએ એક સંપ કરી ટોળામાં ઇરાદો પાર પાડવા લાકડી, ધોકા જેવા હથીયારો સાથે ગઇકાલે ફરીયાદીના ઘરે આવી અપશબ્દો બોલી જાતી પ્રત્યે અપમાનીત કરી ઘરમાં ગેરકાયદે પ્રવેશીને બાથરૂમના દરવાજા ધોકા, લાકડીથી તોડી નાખી નુકશાન કર્યુ હતું તેમજ ઘરની બહાર પડેલ જયુપીટર નં. જીજે૧૦ઇએફ-૩૭૯૨ તથા એકસેસ નં. જીજે૧૦ઇબી-૩૫૭૧વાળા વાહન કોઇ જવનશીલ પદાર્થથી સળગાવી નાખી નુકશાન પહોચાડયુ હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application