BREAKING NEWS

જામનગર ઓઇલ સીટીની સાથે ગ્રીન એનર્જી્ તથા મેડિસિન ટુરિઝમનું કેન્દ્ર બનશે

  • February 02, 2026 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્રીય બજેટમાં જામનગરમાં ૧૩૦ જેટલી ચિકિત્સા પદ્ધતિઓનાં સંશોધનની જાહેરાત કરવામાં આવી છે. ડબલ્યુ એચ ઓ દ્વારા નિર્માણ પામી રહેલા મેડીસીન સેન્ટરને અપગ્રેડ કરવાની આ બજેટમાં જાહેરાત કરાઇ છે. લાખાબાવળ ખાતે ડબલ્યુ એચ ઓનાં સેન્ટરનુ ૮૦ટકા કામ થઇ ગયું છે હવે તેને અપગ્રેડ કરવાથી પરિક્ષણોમાં પણ લાભ મળશે. અને આર્યુવેદિક યુનાની સહિતની વિશ્ર્વભરની ચિકિત્સાને આનાથી વેગ મળશે તેમ જામનગર શહેર ભાજપ દ્વારા બજેટ પરની પ્રતિક્રિયા આપવામાં આવી હતી. 


કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭માં જામનગર શહેર માટે કેટલીક ખૂબ જ મહત્વની અને દૂરગામી અસરો ધરાવતી જાહેરાતો કરવામાં આવી છે. જામનગરને ગ્લોબલ હેલ્થ હબ તરીકે વિકસાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.


ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન  - બજેટમાં જામનગરમાં આવેલા  (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) ના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનને અપગ્રેડ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ કેન્દ્રને પુરાવા-આધારિત સંશોધન, તાલીમ અને જાગૃતિ માટે વૈશ્વિક સ્તરે સજ્જ  કરવામાં આવશે. આનાથી જામનગર વિશ્વભરમાં આયુર્વેદ અને પરંપરાગત ચિકિત્સાના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવશે.


નવું આયુર્વેદિક એઈમ્સ  અને મેડિકલ સેન્ટર - દેશમાં ત્રણ નવી આયુર્વેદ એઈમ્સ સ્થાપવાની જાહેરાત થઈ છે, જેમાં જામનગરના હાલના આયુર્વેદિક સંકુલને વધુ આધુનિક સુવિધાઓ સાથે જોડવામાં આવી શકે છે. જામનગરમાં આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થાપવાની પણ દરખાસ્ત છે, જે આયુર્વેદિક ઉત્પાદનોની નિકાસ વધારવામાં મદદ કરશે. 


બાયો-ફાર્મા અને શિક્ષણ- સરકારે ૧૦,૦૦૦ કરોડના ખર્ચે પબાયો-ફાર્મા શક્તિથ યોજના જાહેર કરી છે. આ અંતર્ગત જામનગરમાં ફાર્માસ્યુટિકલ શિક્ષણ અને સંશોધન માટેનું એક કેન્દ્ર સ્થાપવામાં આવશે અથવા તેને વિશેષ સહાય આપવામાં આવશે.


બ્રાસ ઉદ્યોગ માટે સંકેતો બ્રાસ ઉદ્યોગ માટે નીચે મુજબના ફાયદા થશે: કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો: ક્રિટિકલ મિનરલ્સ અને ધાતુઓ પરની કસ્ટમ ડ્યુટીમાં જે ફેરફારો થયા છે, તેની અસર જામનગરના બ્રાસ પાર્ટ્સ ઉદ્યોગના કાચા માલના ખર્ચ પર પડી શકે છે.  સપોર્ટ: નાના અને મધ્યમ ઉદ્યોગો () માટે જાહેર કરાયેલું છ૧૦,૦૦૦ કરોડનું ગ્રોથ ફંડ જામનગરના હજારો બ્રાસ યુનિટોને ટેકનોલોજી અપગ્રેડ કરવા માટે મદદ‚પ થશે.


આ ઉપરાંત, રેલવે કનેક્ટિવિટી: ગુજરાતના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની મોટી ફાળવણીથી જામનગર-રાજકોટ અને જામનગર-અમદાવાદ વચ્ચેના પરિવહન અને માલસામાનની હેરાફેરીમાં સુધારો થશે. ગ્રીન એનર્જી્: જામનગર નજીક આવેલા એનર્જી્ હબને ધ્યાનમાં રાખતા, સરકારની પન્યુક્લિયર અને સોલર એનર્જી્થની નવી નીતિઓથી આ વિસ્તારમાં રોજગારીની નવી તકો ઉભી થશે.


કેન્દ્રીય બજેટ ૨૦૨૬ થી જામનગર ક્ષેત્ર માટે ફાયદા

જામનગર બ્રાસ ઉદ્યોગ અને  માટેના લાભો* - બજેટમાં જાહેરાત કરાયેલ પ ગ્રોથ ફંડ અને ટેક્સમાં ફેરફારથી જામનગરના બ્રાસ ઉદ્યોગને આ રીતે અસર થશે: કાચો માલ સસ્તો થશે: બિન-લોહ ધાતુઓ અને સ્ક્રેપના આયાત નિયમોમાં સરળીકરણ અને કસ્ટમ ડ્યુટીના માળખામાં સુધારાને કારણે બ્રાસ ઉદ્યોગ માટે કાચો માલ મેળવવો સરળ અને થોડો સસ્તો બની શકે છે.


ક્રેડિટ સપોર્ટ  જામનગરના હજારો નાના એકમો હવે સરકારની નવી ક્રેડિટ ગેરંટી યોજના હેઠળ બેંકો પાસેથી સરળતાથી લોન મેળવી શકશે, જે મશીનરીના અપગ્રેડેશન માટે કામ લાગશે.


આયુર્વેદ અને હેલ્થ સેક્ટરમાં જામનગરનું વર્ચસ્વ જામનગર પહેલેથી જ આયુર્વેદનું વૈશ્વિક કેન્દ્ર છે, પરંતુ આ બજેટ તેને નવા સ્તરે લઈ જશે જામનગરમાં  ના ગ્લોબલ સેન્ટર માટે ફંડની ફાળવણી ઝડપી કરવામાં આવી છે. આ કેન્દ્રમાં હવે વિશ્વભરના વૈજ્ઞાનિકો આયુર્વેદ પર રિસર્ચ કરવા માટે જામનગર આવશે, જેનાથી સ્થાનિક સ્તરે ડેટા એનાલિટિક્સ અને લેબોરેટરી સેક્ટરમાં નોકરીઓ વધશે.


મેડિકલ ટુરિઝમ જામનગરને પમેડિકલ વેલ્યુ ટ્રાવેલ હબ તરીકે વિકસાવવાની યોજના છે. એટલે કે, વિદેશી નાગરિકો સારવાર માટે સીધા જામનગર આવે તેવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે. રિન્યુએબલ એનર્જી્ (ગ્રીન હાઇડ્રોજન) જામનગર વિસ્તારમાં જે રીતે મોટી રિફાઇનરીઓ અને એનર્જી્ પ્લાન્ટ્સ આવેલા છે, તે જોતા: સરકારે ગ્રીન હાઇડ્રોજન મિશન માટે જે વધારાનું બજેટ ફાળવ્યું છે, તેનો મોટો હિસ્સો જામનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં રોકાણ તરીકે આવશે. આનાથી આગામી વર્ષોમાં જામનગર માત્ર પઓઇલ સિટીથ નહીં પણ પગ્રીન એનર્જી્ સિટીથ તરીકે ઓળખાશે.


ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર સંગઠન, ચૂંટાયેલ સભ્યો (સાંસદ, મંત્રી, ધારાભ્યો, કોર્પોરેટરો), મોરચાના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટનું સીધું પ્રસારણ સામુહિક રીતે શહેર ભાજપ કાર્યાલય ખાતે સ્તરે નિહાળવામાં આવેલ.


કેન્દ્રીય બજેટમાં વિકસિત ભારત બનાવવાના લક્ષ્ય સાથે  મુખ્યત્વે ટેકનોલોજી, ખેતી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકવામાં આવ્યો છે. આ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ને  રાજ્યમંત્રી રીવાબા જાડેજા, સાંસદ પુનમબેન માડમ, મેયર વિનોદ ખીમસુર્યા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશ ઠુમ્મર, મૃગેશ દવે,  ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસકપક્ષ નેતા આશિષ જોશી, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, દંડક કેતન નાખવા, શિક્ષણ સમિતિ ચેરમેન પરષોત્તમ કકનાણી, શહેર સંગઠનના હોદેદારો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદ, પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયરો, કોર્પોરેટરઓ, શિક્ષણસમિતિના સભ્યો, વોર્ડ પ્રમુખો, પેઈજ પ્રમુખો, મોરચાના અધ્યક્ષ - પદાધિકારીઓ સહીત કાર્યકર્તાઓ દ્વારા આવકારવામાં આવેલ છે. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગ ક્ધવીનર ભાર્ગવ ઠાકરની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.


કેન્દ્રીય બજેટ ભારતના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરનારૂ છે: સાંસદ 

કર્તવ્ય ભવનની નવ્ય ઉર્જાસભર અંદાજપત્ર, ગરીબ, યુવા, અન્નદાતા, નારી-શક્તિ, જનજાતીય વર્ગ, અનુસૂચિત જાતિ પ્રત્યે સમર્પિત ભાવ સાથે આર્થિક-સામાજીક સશક્તિકરણ પુરૂ પાડશે તેમજ એમ.એસ એમ.ઇ. સહિત ઉદ્યોગ અને વેપાર ક્ષેત્ર ઉપર કોઇ નવા કર વેરા ન હોવાથી અને મંજુરીઓનું સરળીકરણ, બ્રાસ ઉદ્યોગ સહિત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વેપાર અને ઉદ્યોગોને ગતિશીલતા પ્રદાન કરશે તેમ જામનગર લોકસભા ક્ષેત્રના સંસદસભ્ય પૂનમબેન માડમએ વડાપ્રધાન-નાણામંત્રીનો આભાર વ્યક્ત કર્યો...


બજેટની પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું હતું કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા પ્રસ્તુત થયેલુ વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ પ્રગતિના સીમા ચિહ્નો પાર કરતા ભવ્ય ભારતના સર્વાંગી વિકાસને સુનિશ્ર્ચિત કરનારૂ છે, તેમ સંસદસભ્ય પૂનમબેન માડમએ એક નિવેદનમાં જણાવી ઉમેર્યું છે કે, એમ.એસ.એમ.ઇ. સહિત ઉદ્યોગ અને વેપાર ક્ષેત્ર ઉપર કોઈ નવા કર વેરા ન હોવાથી અને મંજુરીઓનું સરળીકરણ,બ્રાસ ઉદ્યોગ સહિત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વેપાર અને ઉદ્યોગોને ગતિશીલતા પ્રદાન કરશે તેમજ કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલુ આ નવ્ય ઉર્જાસભર અંદાજપત્ર, ગરીબ, યુવા, અન્નદાતા, નારી-શક્તિ, જનજાતીય વર્ગ, અનુસૂચિત જાતિ પ્રત્યે સમર્પિત ભાવ સાથે આર્થિક-સામાજીક સશક્તિકરણ પુરૂ પાડશે અને એકંદરે ટકાઉ આર્થિક વૃદ્ધિ, ક્ષમતા નિર્માણ અને સબકા સાથ, સબકા વિકાસના એમ ત્રણ કર્તવ્યો સાથે વિકસિત ભારત તરફ કેન્દ્રિત આ રોડમેપ રાષ્ટ્રના સર્વાંગી વિકાસને અંકિત કરે છે.


૧૨-જામનગર લોકસભા ક્ષેત્રના સંસદસભ્ય પૂનમબેન માડમએ, સંસદમાં તારીખ ૧ લી ફેબ્રુઆરીના રજુ થયેલા આ અંદાજપત્ર અંગે વિશેષમાં જણાવ્યુ હતુ કે, યુવા શક્તિ સંચાલિત અંદાજપત્રમાં ગરીબો, વંચિતો, અન્નદાતા, અનુસુચિત જાતિ-જનજાતિ, મહિલાઓના લાભ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાના સરકારના ’સંકલ્પ’ને સાકાર કરે છે અને પ્રથમ કર્તવ્ય આર્થિક વિકાસને વેગ આપવાનું અને ટકાવી રાખવાનું છે. બીજું કર્તવ્ય લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવાનું અને તેમની ક્ષમતાનું નિર્માણ કરવા સંબંધિત છે, ત્રીજું કર્તવ્ય, સબકા સાથ, સબકા વિકાસના વિઝન સાથે જોડાયેલું છે.

​​​​​​​"ઇઝ ઓફ ડુઈંગ" અને ઈઝ ઓફ લીવીંગ"ને કેન્દ્રમાં રાખીને વિશિષ્ટ ઇન્ફાસ્ટ્રક્ચર, પર્યાવરણીય પ્રગતિ, આર્થીક સુધારાઓ, ટેરીફના ઘટાડા સહિતની સંખ્યાબંધ જનસુખાકારીની બાબતો અર્થતંત્રની દ્રષ્ટીએ ક્રાંતિકારી પહેલ ગણાય છે જેનું લક્ષ્ય "વિકસિત ભારત"ના લક્ષ્યાંકને સિદ્ધ કરવાનું છે. ઉમળકાભેરના આ પ્રતિભાવોમાં સંસદસભ્ય પૂનમબેન માડમએ એમ પણ કહ્યુ હતુ કે, આ બજેટ ભારતની વૈશ્વિક ભૂમિકાનું દ્રઢ દિશાસૂચન કરે છે.


વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફના દ્વાર ખોલે છે. સાથે સાથે "ફ્રીટ ઈન્ડીયા", "હેલ્ધી ઇન્ડીયા" સાથે જામનગના ડબલ્યુએચઓના ટ્રેડીશનલ મેડીસીન સેન્ટરને સંશોધનની દ્રષ્ટીએ મહત્વ આપતા તેમજ "ગ્રીન ઇન્ડીયા"ને મજબુતી પ્રદાન કરતું આ બજેટ "મેક ઇન ઇન્ડિયા" અને "આત્મનિર્ભર ભારત" અભિયાનોને વેગ આપવા માટે એક મહત્વાકાંક્ષી રોડમેપ રજૂ કરે છે.


 આઇ.ટી.અને એ.આઇ.સાથે ઉભરતા ઉદ્યોગો, ઉભરતા વિવિધ ક્ષેત્રોને મજબૂત સમર્થન પૂરું પાડવાની બાબતો આ બજેટમાં અભૂતપૂર્વ રીતે વણી લેવાઇ છે નાના અને મધ્યમ વેપાર-ધંધા-ઉત્પાદનથી રાષ્ટ્રના અર્થ તંત્રને વધુ વેગ મળે તે દ્રષ્ટી સાથે આવકવેરા સહિત ડ્યુટીઓ, શેષ અને ચાર્જીસનું નવુ માળખું તૈયાર કરાયું છે, ઉપરાંત રોજ-બ-રોજના જીવન જરૂરીયાતના દરેક વર્ગ માટેના પાસાઓના સુભગ સમન્વય સાથે સુવિધાઓ-પ્રગતિ અને સુરક્ષાને સુનિશ્ચિત કરતા આ અંદાજપત્ર દેશના કરોડો નાગરીકોના હ્રદયને સ્પર્શનારૂ બની રહેશે તેની મને ખાત્રી છે તેમ સંસદસભ્ય પૂનમબેન માડમએ આ નિવેદનના અંતમાં જણાવ્યું છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application