નબળી તબિયતને કારણે વ્યક્તિગત મુલાકાત કરી શકશે નહીં
જામનગર ખાતે જામસાહેબનો જન્મદિવસ તિથિ પ્રમાણે ૧૯મી ફેબ્રુઆરીએ અને તારીખ પ્રમાણે ૨૦મી ફેબ્રુઆરીએ આવતો હોવાથી બંને દિવસે સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવશે.
હાલ તબિયત નબળી હોવાને કારણે જામસાહેબ વ્યક્તિગત રીતે શુભેચ્છકોને મળી શકશે નહીં, જેના માટે તેમણે ક્ષમાયાચના વ્યક્ત કરી છે.
તેમણે શુભેચ્છકોને વિનંતી કરી છે કે જો કોઈ તેમના રહેણાંક સ્થાને શુભેચ્છા પાઠવવા આવે તો સામાન્ય ચા-પાણી અને નાસ્તો સ્વીકારી પોતાનું નામ નોંધાવી જાય, જેથી તેઓ આપ સૌના સ્નેહ અને શુભેચ્છાઓ માટે આભાર વ્યક્ત કરી શકે.
જામસાહેબે સૌના આશીર્વાદ અને પ્રેમ માટે હંમેશા આભારી રહેવાની લાગણી વ્યક્ત કરી છે.