BREAKING NEWS

4 કે 5 સપ્ટેમ્બર? ગૃહસ્થ અને વૈષ્ણવ માટે અલગ-અલગ દિવસે જન્માષ્ટમી

  • September 04, 2026 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કૃષ્ણ જન્માષ્ટમીનો પર્વ આ વર્ષે વિશેષ શુભ સંયોગ સાથે ઉજવાશે. જ્યોતિષાચાર્યો અનુસાર લાંબા સમય બાદ જન્માષ્ટમીના દિવસે અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્ર અને ચંદ્રમાની વૃષભ રાશિમાં સ્થિતિનો સંયોગ બની રહ્યો છે. આ સંયોગ ભગવાન શ્રીકૃષ્ણના દ્વાપર યુગમાં થયેલા જન્મની યાદ અપાવે છે.

જ્યોતિષાચાર્ય મુજબ અષ્ટમી તિથિ 4 સપ્ટેમ્બરની રાત્રે 2:26 વાગ્યે શરૂ થશે અને 5 સપ્ટેમ્બરની રાત્રે 12:14 વાગ્યા સુધી રહેશે. આ કારણે જન્માષ્ટમીનું પર્વ બે દિવસ અષ્ટમી તિથિમાં રહેશે.

ઉદયતિથિ અને રોહિણી નક્ષત્રના આધારે ગૃહસ્થ ભક્તો શુક્રવાર, 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમી ઉજવશે. જ્યારે વૈષ્ણવ પરંપરા અનુસાર ભક્તો શનિવાર, 5 સપ્ટેમ્બરે જન્માષ્ટમીનો પર્વ મનાવશે.


આ વર્ષે ભગવાન શ્રીકૃષ્ણનું 5253મું જન્મોત્સવ ઉજવવામાં આવશે. જન્માષ્ટમીના દિવસે મંદિરો અને ઘરોમાં વિશેષ પૂજા, શણગાર અને જન્મોત્સવની તૈયારીઓ કરવામાં આવી રહી છે.


વ્રત ક્યારે ખોલી શકાશે?

જ્યોતિષાચાર્ય અનુસાર 5 સપ્ટેમ્બરે સવારે 6:05 વાગ્યા બાદ જન્માષ્ટમીનું વ્રત ખોલી શકાશે. આ દરમિયાન ચંદ્રમા વૃષભ રાશિમાં રહેશે. અર્થાત્, ગૃહસ્થો માટે 4 સપ્ટેમ્બર અને વૈષ્ણવો માટે 5 સપ્ટેમ્બરે જન્માષ્ટમીનું વિશેષ મહત્વ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application