આજે રોહિત શર્માએ સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ મેચમાં આરામ આપવાનું પસંદ કરીને લીડરશિપ દેખાડી છે. આવું ટોસ સમયે, ભારતના પાવરહાઉસ ઝડપી બોલર જસપ્રિત બુમરાહે જણાવ્યું હતું.
જસપ્રીત બુમરાહે જણાવ્યું કે, રોહિત શર્માએ સિડનીમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની અંતિમ મેચ માટે આરામ કરવાનું પસંદ કર્યું છે. રોહિતે આરામ કરવાનો નિર્ણય લીધો છે જે દર્શાવે છે કે ભારતીય ટીમમાં ઘણી એકતા છે. તેણે કહ્યું કે, ભારતીય બેટ્સમેનમાં કોઈ સ્વાર્થ નથી. જે પણ થાય તે ટીમના હિતમાં છે.
ટીમમાં બહુ જ એકતા છે
બુમરાહએ ESPN ઇએસપીએન ક્રિકઇન્ફોના માધ્યથ કહ્યું કે, "અમે આ શ્રેણીમાં ખૂબ જ સારું ક્રિકેટ રમ્યા છીએ. છેલ્લી મેચ ખૂબ જ રોમાંચક હતી. આશા છે કે અમે સારું પ્રદર્શન કરી શકીશું. સ્વાભાવિક છે કે નવા બોલ સાથે પડકાર હશે, પરંતુ તમે આને પાર કરી લો છો તો આ હંમેશા એક સારો બેટિંગ ટ્રેક બની જાય છે. અમારા કેપ્ટને આજની મેચમાં આરામ કરવાનો વિકલ્પ પસંદ કરીને સારું નેતૃત્વ દેખાડ્યું છે. આનાથી ખબર પડે છે કે, ટીમમાં બહુ જ એકતા છે. કોઈ સ્વાર્થ નથી. ટીમના હિતમાં જો કઈ પણ છે અમે તે કરવા માગીએ છીએ. બે ફેરફાર કર્યા છે. જેમાં એક રોહિતે આરામ કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે અને બીજો આકાશદીપ ઈજાગ્રસ્ત હોવાથી તેની જગ્યા પ્રસિદ્ધ કૃષ્ણા આવ્યો છે.
ભારતની બેટિંગ ચિંતાનો વિષય
બંને તરફથી શાનદાર પ્રદર્શન છતાં ભારતની બેટિંગ અંતિમ મેચ પહેલા ચિંતાનો વિષય છે. સિનિયર ખેલાડીઓ ફોર્મમાં ન હોવાથી, ટીમને આખી સિરીઝ દરમિયાન સ્પર્ધાત્મક સ્કોર સુધી પહોંચવામાં મદદ કરવાની જવાબદારી યુવા ખેલાડીઓ પર આવી છે.
રોહિતે બે ટેસ્ટ મેચમાં માત્ર 42 રન બનાવ્યા હતા
બાંગ્લાદેશ શ્રેણી બાદથી રોહિતને તેની ટેસ્ટ બેટિંગ માટે ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. તેણે બે ટેસ્ટ મેચમાં 10.50ની એવરેજથી માત્ર 42 રન બનાવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબિલ્ડરના સગીર પુત્રને બંધક બનાવીને લુંટ ચલાવનાર ઘરઘાટી દંપતીને ૭-૭ વર્ષની સજા
May 02, 2025 02:31 PMહિરલબા જાડેજા સ્વસ્થ થતા પોલીસે ફરી હાથ ધરી પૂછપરછ
May 02, 2025 02:24 PM‘સાહેબ , અમે ઢેલનો મૃતદેહ શાક કરવા માટે લઈ જતા હતા!’
May 02, 2025 02:24 PMમજીવાણાનો યુવાન રાષ્ટ્રીયકક્ષાની બેડમીન્ટન સ્પર્ધામાં દાખવશે કૌવત
May 02, 2025 02:22 PMપોરબંદરમાં રોડમાં અડચણપ એવા ખાનગી નાના દેવસ્થાનનું મનપાએ કર્યુ ડિમોલીશન
May 02, 2025 02:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech