ગુજરાતના નવું મંત્રીમંડળ જાહેર થઈ ચૂક્યું છે. મંત્રીમંડળનું કદ વધીને 26નું થઈ ગયું છે. સૌરાષ્ટ્રમાંથી આઠ ધારાસભ્યોને મંત્રી પદ મળ્યું છે જેમાં બે મંત્રીને રિપીટ કરવામાં આવ્યા છે અને બાકીના નવા ચહેરા છે. સૌરાષ્ટ્રમાંથી મંત્રી પદ માટે સૌથી વધુ ચર્ચા રહેલા જયેશ રાદડિયાની બાદબાકી કરવામાં આવી છે. જ્યારે ભાનુબેન બાબરિયાને પણ પડતા મુકાયા છે.
છ મિનિસ્ટરોને રિપીટ કરવામાં આવ્યા
નવા મંત્રીમંડળમાં છ મિનિસ્ટરોને રિપીટ કરવામાં આવ્યા છે અને 19 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. નવા ચહેરાઓમાં જેમને સ્થાન આપવામાં આવ્યું છે તેમાં અંજારના ત્રીકમ બીજલ છાંગા, ડીસાના પ્રવીણકુમાર ગોરધનભાઈ માળી, બોરસદના રમણભાઈ સોલંકી, પેટલાદના કમલેશભાઈ પટેલ, મહુધાના સંજયસિંહ, મહિડા ફતેપુરાના રમેશભાઈ કટારા, વડોદરા શહેરના મનીષા રાજીવભાઈ વકીલ, અંકલેશ્વરના ઈશ્વરજી ઠાકોરજી પટેલ, નિઝરના ડોક્ટર જયરામભાઈ ચેમાભાઈ ગામીતનો પણ સમાવેશ થાય છે.
શેડ્યુલ કાસ્ટનાના ચાર મિનિસ્ટરોને લેવામાં આવ્યા
નવા મંત્રીમંડળમાં શેડ્યુલ કાસ્ટનાના ચાર મિનિસ્ટરોને લેવામાં આવ્યા છે. તેમાં પીસી બરંડા. રમેશભાઈ કટારા. જયરામભાઈ ગામીત અને નરેશભાઈ પટેલનો સમાવેશ થાય છે. જ્યારે શેડ્યુલ કાસ્ટના પણ ત્રણ પ્રતિનિધિઓને નવા મંત્રીમંડળમાં લેવામાં આવ્યા છે. તેમાં અસારવાના દર્શનાબેન વાઘેલા. કોડીનારના પ્રદ્યુમન વાજા. વડોદરાના શ્રીમતી મનીષા વકીલનો સમાવેશ થાય છે.