BREAKING NEWS

જીતુ વાઘાણીને રાજકોટની તો હર્ષ સંઘવીને ગાંધીનગર-વડોદરાના પ્રભારી તરીકેની જવાબદારી સોંપાઈ

  • November 01, 2025 05:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)







ગુજરાત રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ બાદ સરકારે જિલ્લાના સુવ્યવસ્થિત વહીવટ અને સંચાલન માટે પ્રભારીમંત્રીઓની નિમણૂક કરી છે. જેમાં રાજકોટ અને અમરેલી જિલ્લાની જવાબદારી પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીને સોંપવામાં આવી છે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગરનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. કનુભાઈ દેસાઈને સુરત અને નવસારી જવાબદારી સોંપવામાં આવી છે અમદાવાદ અને વાવ થરાદ જિલ્લાની જવાબદારી મંત્રી ઋષિકેશભાઇ પટેલ ને સોંપાય છે કુંવરજીભાઈ બાવળિયા ને પોરબંદર અને દેવભૂમિ દ્વારકા ની જવાબદારી સોંપાય છે. 



અર્જુનભાઈ મોઢવાડિયાને જામનગર અને દાહોદ જ્યારે ડો.પ્રદ્યુમન વાંઝાને સાબરકાંઠા અને જુનાગઢ ,પરસોતમ સોલંકી ને ગીર સોમનાથની જવાબદારી સોમવાર છે. 
જ્યારે કચ્છ જિલ્લાની જવાબદારી કાંતિ અમૃતિયા નું સોંપાય છે ભાવનગર અને જૂનાગઢના સહ પ્રભારી તરીકે કૌશિક વેકરીયા મોરબી અને રાજકોટના સહ પ્રભારી તરીકે ત્રિકમ છાંગા ને જવાબદારી સોંપવામાં આવી છે આ સિવાય રિવાબા જાડેજા ને બોટાદ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. 



રાજ્ય સરકારના દરેક જિલ્લાઓના સુવ્યવસ્થિત વહીવટ અને તેના પર ઉચ્ચ કક્ષાએ દેખરેખ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મંત્રીઓને કામગીરી સોંપવામાં આવે છે. તાજેતરમાં નવા મંત્રી મંડળની રચના થતાં સામાન્ય વહીવટ વિભાગે આ નવા મંત્રીઓને  કામગીરી સોંપવાનું નક્કી કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application