પૂર્વ જસ્ટીસ યશવતં વર્માના ઘરેથી કરોડોની ચલણી નોટો મળી આવ્યાના પડઘા હજુ શમ્યા નથી અને તેની તપાસ ન્યાય તત્રં ચલાવી રહ્યું છે ત્યારે ન્યાય તંત્રની ગરીમાનું ઉલ્લંઘન કરે તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને બાદમાં મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, ન્યાયાધીશ (નિવૃત્ત) સિદ્ધાર્થ મૃદુલે તેમના ૧૬ વર્ષના કાર્યકાળ દરમિયાન એલપીજી વિતરણ એજન્સી ચલાવી હતી. જોકે, શપથ અને અલિખિત આચારસંહિતા હેઠળ, ન્યાયાધીશ માટે સરકાર, ખાનગી પક્ષો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો અથવા કંપનીઓ સાથે કોઈપણ નાણાકીય, કરાર આધારિત, વ્યવસાયિક અથવા વ્યાપારિક સંબધં રાખવો અત્યતં અનૈતિક માનવામાં આવે છે.
અહેવાલ મુજબ, ન્યાયાધીશ (નિવૃત્ત) સિદ્ધાર્થ મૃદુલે ૧૯૮૬માં દિલ્હી હાઇકોર્ટમાં વકીલ તરીકે પ્રેકિટસ શ કરી હતી અને માર્ચ ૨૦૦૮માં તે જ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિયુકત થયા હતા. તેઓ ઓકટોબર ૨૦૨૩માં મણિપુર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા.
કિચન લેમ કંપની માટે બીપીસીએલ અને મૃદુલ વચ્ચેનો ડિસ્ટિ્રબ્યુટરશિપ કરાર ૨૫ ઓગસ્ટ, ૧૯૯૫, ૨૪ ઓગસ્ટ, ૨૦૦૫, ૨૩ ઓગસ્ટ, ૨૦૧૦, ૨૫ ઓગસ્ટ, ૨૦૧૫, ૭ મે, ૨૦૨૫ અને ગયા વર્ષે ૨૯ સપ્ટેમ્બરના રોજ રિન્યુ કરવામાં આવ્યો હતો (૨૪ ઓગસ્ટ, ૨૦૩૦ સુધી માન્યતા સાથે).યારે બંધારણીય અદાલતના ન્યાયાધીશોએ પારદર્શિતા નિયમો હેઠળ હિતોના સંઘર્ષને ટાળવા માટે કંપનીઓમાં તેમના હિસ્સાનો ખુલાસો કરવો જરી છે, ત્યારે ૨૧ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ મણિપુર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થનારા ન્યાયાધીશ મૃદુલે ૧૯૮૪ માં ભારત પેટ્રોલિયમ દ્રારા તેમને આપવામાં આવેલી એલપીજી ડિસ્ટિ્રબ્યુટરશીપ જાળવી રાખીને આચારસંહિતાનું ઉલ્લંઘન કયુ હતું.
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો છે યારે ન્યાયતત્રં દિલ્હી હાઇકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવતં વર્માને તેમના સત્તાવાર બંગલામાંથી ચલણી નોટોથી ભરેલી બેગ મળી આવ્યા બાદ તેમને દૂર કરવા માટે સંસદીય કાર્યવાહીની શકયતા માટે તૈયારી કરી રહ્યું છે