BREAKING NEWS

ભાજપના MLA કોરડિયાને મળી જાનથી મારી નાખવાની ધમકી, 30 લાખની ખંડણી પણ માંગતા ખળભળાટ

  • October 30, 2025 09:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાને જાનથી મારી નાખવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. ધમકી આપનારે ધારાસભ્ય પાસે 30 લાખની ખંડણી પણ માંગ્યાનું બહાર આવ્યું છે. આ ઘટનાથી રાજકીય ક્ષેત્રે ચકચાર મચી ગઈ છે. ધારાસભ્યે આ અંગે જૂનાગઢના બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ધમકી આપનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 


મળતી માહિતી મુજબ, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને મારી નાખવાની ધમકી મળી છે અને ખંડણીની માગ પણ કરવામાં આવી છે, વોટસઅપમાં મેસેજ કરી 30 લાખ આંગડિયામાં અમદાવાદ મોકલવા કહ્યું છે અને અપશબ્દોના મેસેજ પણ કર્યા હોવાની વાત સામે આવી છે. ધારાસભ્યે રોનક ઠાકુર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે અને આ શખ્સે શું કામ આવો મેસેજ કર્યો તે ઝડપાયા બાદ જ પોલીસને ખબર પડશે, કોઈના કહેવાથી આ રીતે ધમકી આપી છે તે દિશામાં પોલીસની તપાસ ચાલી રહી છે.


આ સમગ્ર ઘટનામાં તપાસ કરતા સામે આવ્યું છે કે, રોનક ઠાકુર નામના શખ્સે આ મેસેજ કર્યો છે અને આવો મેસેજ કરવાનું કારણ હજી સામે આવ્યું નથી. પોલીસે પણ આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે, કોઈ અંગત અદાવતમાં આ મેસેજ કરી ખંડણી માંગવામાં આવી છે કે કેમ તે દિશામાં તપાસ ચાલુ છે. હજી સુધી મેસેજ કરનાર રોનક ઠાકુર પોલીસના હાથે ઝડપાયો નથી. ધારાસભ્યે પણ કોઈ રૂપિયા આંગડિયામાં મોકલ્યા નથી અને બીજો કોઈ મેસેજ કે ફોન આવે તે પહેલા ફરિયાદ નોંધાવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application