BREAKING NEWS

જૂનાગઢ પોલીસની કુખ્યાત રવની ગેંગ સામે ગુજસીટોક રૂા.૨.૩૭ કરોડની મિલકત, ૧૨૩ વિઘા જમીન કબજે

  • July 18, 2026 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢ પોલીસ દ્રારા ગુજસીટોક ગુનામાં સંડોવાયેલ વંથલીના કુખ્યાત રવની ગેંગના ઇસમો તથા તેના પરિવારોની ગેરકાયદેસર મિલકતો જ કરવા ઉચ્ચ કક્ષાએથી મંજૂરી લીધી હતી ગૃહ વિભાગની મંજૂરી બાદ કેશોદ અને વંથલી પોલીસના સંયુકત અભિયાનમાં રવની ગેંગના આરોપીઓની ૧૨૩ વીઘા જમીન, બેન્ક એફડી તથા પાંચ વાહનો સહિત ૨.૩૭ કરોડની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે.
જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજેન્દ્રસિંહ ચુડાસમાના આદેશ અન્વયે સુબોધ ઓડેદરાના માર્ગદર્શન  માર્ગદર્શન હેઠળ ગેર–કાયદેસર અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ગુજ.સી.ટોક જેવા આક્રમક પગલા લેવા તેમજ સંગઠીત ટોળકી દ્રારા વસાવેલ મિલ્કત ટાંચમાં લેવા અંગેની કાર્યવાહી કરવા આદેશ અન્વયે વંથલી પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક ગુનામાં નોંધાયેલા  કુખ્યાત રવની ગેંગના સંગઠીત ટોળકીના તમામ આરોપીઓ વિધ્ધ પોતે અને પોતાના પરીવારના સભ્યો દ્રારા ગેરકાયદેસર વસાવેલ સ્થાવર અને જંગમ મિલ્કતો અંગે તપાસ કરી, ખેતીની જમીન તથા ફિકસ ડીપોઝીટ તથા વાહનો વિગેરે મિલ્કતો ટાંચમા લેવા ગૃહ વિભાગને દરખાસ્ત  મોકલવામા આવી હતી.
ગૃહ વિભાગ દ્રારા સંગઠીત ટોળકીના આરોપીઓની મિલ્કત ટાંચ (જ) કરવા હત્પકમ કરવામાં આવેલ છે. જે સંદર્ભે પોલીસે પોલીસ દ્રારા રહીમ ઉર્ફે ખુરી ઈસ્માઈલ ઉર્ફે ઈશાભાઈ સાંધ, ઈમ્તિયાઝ ઉર્ફે પોલો, હનીફ ઉર્ફે હનો ઈસ્માઈલ સાંધ, અમીન ઈસ્માઈલ સાંધ (રહે.રવની) હત્પસેન અલારખા સાંધ (રહે.રવની), ભાવિન ઉર્ફે કાનો મનસુખ પાડલીયા (રહે.ઝાપોદડ) છ  આરોપીઓની ૨.૩૭ કરોડની કિંમતની કુલ–૧૨૩ વિઘા જમીન, બેન્કમા રાખવામાં આવેલ ૨૭.૫૧ લાખની ફિકસ ડીપોઝીટ તથા ૩૧.૪૫ લાખની કિંમતના જેસીબી, બુલેટ તથા મોટર સાયકલ સહિત પાંચ વાહનો મળી કુલ ૨.૯૬ કરોડથી વધુની  મિલકતો જ કરવામા આવેલ છે.
સમગ્ર કામગીરીમાં ઇન્ચાર્જ ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ પીઆઇ ચૌધરી, મહિલા સબ ઇન્સ્પેકટર ડી.સી. માઢક, એએસઆઇ યોગેશભાઇ કેશવાલા, પોલીસ હેડ કોન્સ. દેવેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. દિનેશભાઇ, લખમણભાઇ તેમજ કેશોદ અને વંથલી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફે કામગીરી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application