આજકાલ
જામનગર જિલ્લાની સુપ્રસિદ્ધ સેવાભાવી સંસ્થા શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા સંચાલિત યુ.પી.વ્યાસ ક્ધયા વિદ્યાલય જોડીયામાં તા. ૨૨/૧૨/૨૦૨૫ ના રોજ વાર્ષિક માતૃવંદના મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ.
કાર્યક્રમનો શુભારંભ પ્રાર્થનાથી કરવામાં આવેલ. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય વિધિ કરવામાં આવેલ.શાળાની ધોરણ ૯ થી ૧૨ ની વિદ્યાર્થીઓમાં વર્ગ અનુસાર વર્ગ પ્રમાણે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ચાર કૃતિ પ્રસ્તુત કરેલ. માતૃવંદના મહોત્સવ કાર્યક્રમમાં શાળાની વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર તથા પ્રથમ,દ્વિતીય તથા તૃતિય નંબર પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી શિલ્ડ અને સ્મૃતિ ચિન્હ અર્પણ કરી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં શાળાની બાળાઓએ જુદી જુદી ચાર કૃતિઓ નૃત્ય સાથે પ્રસ્તુત કરી. આ કૃતિમાં ભાગ લેનાર તેત્રીસ બાળાઓને સંસ્થા, શાળા, પધારેલ મહેમાનઓ તથા ગામના આગેવાનઓ અને વાલીઓ દ્વારા દરેકને રોકડનો પુરષ્કાર આપી પ્રોત્સાહિત કરી, અભિનંદન આપેલ તેમજ હાલ આફ્રિકા-લંડન નિવાસી સુધીરભાઈ રાજા અને ગીતાબેન રાજા તરફ થી શાળામાં અભ્યાસ કરતી દરેક વિદ્યાર્થિની બહેનોને રોકડ પુરસ્કાર આપવામાં આવેલ.
કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી ભરતભાઈ સુખપરિયા, મંત્રી પ્રીતિબેન સુખપરિયા, ટ્રસ્ટીશ્રી અશોકભાઈ વર્મા, ટ્રસ્ટી પાર્થભાઈ સુખપરિયા, પુનિતભાઈ શેઠ, પુષ્પાબેન સુખપરિયા, ભાનુબેન સુખપરિયા, નયનાબેન વર્મા, સંજયભાઈ શેઠ અને શેઠ પરિવાર તેમજ સુખપરિયા પરિવારના સભ્યો, સુધીરભાઈ રાજા, ગીતાબેન રાજા, ગૃહમાતા જ્યોત્સ્નાબા, બાલ મંદિરના આચાર્ય વિજયાબેન મકવાણા અને બાલમંદિરના સ્ટાફગણ, શાળાના આચાર્યબેન ક્રિષ્નાબા ચુડાસમા તથા શાળાના કર્મચારી ગણ, તથા મહેમાનોમાં ચિરાગભાઈ વાંક, પુનિતભાઈ ભટ્ટ, યોગેશભાઈ તન્ના, જાગૃતીબેન રાણીપા, અભિભાઈ માંકડ, પરેશભાઈ અનડકટ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો અને જોડીયા ગામના આગેવાનો, વિદ્યાર્થીના વાલી તેમજ વિદ્યાર્થીની બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીની બહેન કેર ધાર્મિકાબા અને જાડેજા મનીષાબા એ કરેલ. આ વિદ્યાર્થીની બહેનોને સંપૂર્ણ માર્ગદર્શન શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષિકા બહેન ઇલાબા ગઢવીએ આપેલ અને ખૂબ જ સુંદર સંચાલન કરેલ. કાર્યક્રમનાં અંતે આભારદર્શન શાળાના શિક્ષિકા બહેન તરુબેન વાજા દ્વારા કરવામાં આવેલ. અંતે સમૂહ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયેલ.