BREAKING NEWS

આજે કારતક વદ આઠમ:કાલભૈરવ જયંતી: જામનગરના ગોમતીપુર મંદિરે હવન

  • November 12, 2025 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે કારતક વદ આઠમ એટલે કાલભૈરવ જયંતી કાલભૈરવ શંકર ભગવાનનું એક સ્વરૂપ જ છે આજે બુધવારે કાલભૈરવ જયંતી આવેલ હોવાથી કાલભૈરવ દાદાની પૂજા ઉતર ફળદાયક ગણવામાં આવે છે આ દિવસે પિતૃતર્પણ કરવાથી બધાજ પિતૃઓને મુકિત મળે છે.


કાલભૈરવની પૂજાનું મહત્વ રાત્રીમાં વધારે છે આજે મહાદેવજીનું પૂજન કરવુ અને રાત્રે ધુપ તલના તેલનો દિવો અથવા સરસવના તેલનો દિવો કરીને અળદ ચડાવી કાલભૈરવનું પૂજન કરવુ નિવેદમાં ગાંઠીયા અથવા ગુંદીના લાડવા પણ ધરાવી શકાય આજે કાળા કૂતરાને રોટલી નાખવાનું ખૂબ જ મહત્વ છે. 


આવી રીતે કાલભૈરવ દાદાની સાત્વિક પૂજા છે ભૈરવ એટલે શંકર ભગવાનનું એક સ્વરૂપ છે જે લોકોને જન્મ કુંડળીમાં શનિ, રાહુ, મંગળ ગ્રહ અશુભ હોય અથવા કોઇ પણ ભારે યોગમાં જન્મ થયો હોય ઉપરાંત શનિની નાની મોટી પનોતી ચાલતી હોય તેમના માટે કાલભૈરવ જયંતીના દિવસે પૂજન-અર્ચન કરવાથી ઉતમ ફળ મળે છે કાલભૈરવનું મંદિર ઉજજૈન, હિમંતનગર અને ભાવનગરના પાલિતાણામાં આવેલ છે જયાં આજે બહોળી સંખ્યામાં ભકતજનો દાદાના દર્શનાર્થે ઉમટશે.


પાલીતાણા સ્થિત કાલભૈરવ પીઠે આજે કારતક વદ-૮ કાલાષ્ટમી ભૈરવ જયંતી ઉજવાશે આ નિમિતે આજે સવારે ૬.૩૦ કલાકે રૂદ્ર અભિષેક, બપોરે ૧૨ વાગ્યે અન્નકુટ દર્શન સહિતના કાર્યક્રમો યોજાયા હતા સાંજે ૪ વાગ્યે શણગાર દર્શન, ૮ વાગ્યે મહાયજ્ઞ અને સાંજે ૭ વાગ્યે મહા આરતી યોજાશે તેમ (શ્રી કાલભૈરવ પીઠ) રમેશભાઇ શુકલની યાદીમાં જણાવાયુ છે.


જામનગરના શુભાષ બ્રીજ પાસે આવેલ ગોમતીપુરમાં વર્ષો જુનું કાલભૈરવ દાદાનું મંદિર આવેલ છે. દર વર્ષે કાલભૈરવ જયંતીના દિવસે હવન અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે કાલભૈરવ જયંતીના પવિત્ર દિવસે હવનનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં યજમાન પરીવારના બહોળી સંખ્યામાં ભકતજનો ઉપસ્થિત રહ્યા હતા ૧૨.૩૦ વાગ્યે બીડુ હોમવામાં આવ્યુ હતુ જેનો અસંખ્ય ભકતજનોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application