આજે કાર્તીકી પૂર્ણીમા હોય દ્વારકાના જગતમંદિરે કાળીયા ઠાકોરને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો, આજે દેવદિવાળીના પાવન અવસરે શ્રીજીને મઘ્યાહને રાજભોગનો વિશેષ ભોગ ધરવામાં આવ્યો હતો.
આજે વ્હેલી સવારથી જ ભકતજનોની કાળીયા ઠાકોરના દર્શન કરવા ભીડ ઉમટી હતી, સાંજના સમયે નીજ મંદિર તથા નીજ સભા ગૃહમાં રંગોળી તથા દિપમાલા સુશોભન કરવામાં આવનાર છે.
દેવદિવાળીની પૌરાણીક કથા મુજબ આજના દિવસે ભગવાન શીવજીએ દેવતાઓના સામ્રાજયને બચાવવા ત્રિપુરાસુરનો વધ કર્યો હતો અને ભગવાન શીવજીએ દેવોને ત્રિપુરાસુરના ત્રાસમાંથી ઉગાર્યા હતાં ત્યારે સદાશિવને પ્રસન્ન કરવા દેવદીવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે તેવી માન્યતા છે.