કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર ખાતે, ૨જી ઓક્ટોબરના રોજ, સંસ્થાના પ્રમુખ કરશનભાઈ ડાંગરની અધ્યક્ષતામાં સંસ્થાના ૬૯મા સ્થાપના દિવસની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવી.
ગાંધી જયંતી અને વિશ્વ અહિંસા દિવસની સાથે વિજયાદશમીના તહેવાર નિમિતે સૌને શુભેરછાઓ પાઠવવામાં આવી.
સંસ્થા સ્થાપના દિવસે દાતાઓના સહયોગથી બે નવાં પ્રકલ્પોનો પ્રારંભ કરવામાં આવ્યો. ૧). ગણેશ ગ્રુપ(વડનગરા નાગર જ્ઞાતિના યુવા સભ્યો)ના આર્થિક યોગદાનથી સંસ્થાના બાલમંદિરના ક્રીડાંગણના સાધનોનું નવ નિર્માણ કરવામાં આવ્યું.

૨)સંસ્થા સંચાલિત પ્રાથમિક શાળાના પૂર્વ વિદ્યાર્થી રોહિતભાઈ મારૂ અને હેમાંગભાઈ વોરાના યોગદાનથી પ્રાથમિક શાળામાં "પુસ્તક તીર્થ"(આધુનિક પુસ્તકાલય)કરી આપવાની જાહેરાત કરવામાં આવી. આ અવસરે ઉપસ્થિત દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી ડો રૂપેનભાઈ દોઢિયા, હસમુખભાઈ હિંડોચા, મા મંત્રી સૂચેતાબેન, કા. વા.સમિતિના સભ્યો, વિભાગીય વડાઓ, તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

સંસ્થા સ્થાપના દિવસની ગરિમાપૂર્ણ ઉજવણીનો પ્રારંભ મંગલ ગીત દ્વારા કરવામાં આવી, બાપુનું પ્રિય ભજન વૈષ્ણવજનનું ભાવપૂર્વક સમૂહ ગાન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પ્રમુખ કરશનભાઈ ડાંગરે, ડો રૂપેનભાઈ દોઢિયા તથા હસમુખભાઈ હિંડોચાએ પ્રેરક વિચારો રજૂ કર્યાં હતાં. માં. મંત્રી સૂચેતાબેન એ સૌના સહકાર બદલ ઋણ સ્વીકાર કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન કા.મંત્રી પાર્થ પંડ્યા એ કર્યું હતું.