વાંકાનેર ખાતે વર્ષ-૧૯૯૪માં અમરસિંહજી હાઈસ્કુલ ગ્રાઉન્ડ ખાતે મહારાણા ડો.દિગ્વિજયસિંહજી ઝાલાના પ્રમુખસ્થાને પ્રથમ ભવ્ય અશ્વ શોનું આયોજન થયેલ હતુ. ત્યાર બાદ વર્ષ-૨૦૨૫માં તેમની સ્મૃતિમાં ૧૭મો કામા અશ્વ મહોત્સવ મહારાણા કેસરીદેવસિંહજી ઝાલા (રાજયસભા સાંસદ)ના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. રાજયકક્ષાનો આ કાર્યક્રમ ગુજરાત રાજયના પશુપાલન વિભાગ તેમજ ટુરીઝમ વિભાગનાં સહયોગથી યોજાઈ રહ્યો છે.
વિશેષમાં આ અંગે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરાયેલી વિગતો અનુસાર તા.૨૫.૧૨.૨૦૨૫ના રોજ ભવ્ય અશ્વ પ્રદર્શન અને નગરયાત્રા સાંજે ૩.૩૦ કલાકે વાંકાનેર શહેરના મુખ્યમાર્ગો ઉપર યોજાશે.
જ્યારે તા.૨૬.૧૨.૨૦૨૫ના રોજ કામા અશ્વ શો-૨૦૨૫ના ભવ્ય ઉદઘાટન સમારોહ સવારે ૮.૩૦ કલાકે ૧૭મો કામા અશ્વ પ્રદર્શન અને રમોત્સવ કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી (પશુપાલન વિભાગ) કેસરીદેવસિંહજી (રાજયસભા સાંસદ) તેમજ સાંસદો, ધારાસભ્યો, જગ્યાધારી સંતો મહંતો અનેક સંસ્થાના પ્રમુખો, ઉધોગપતીઓ, અને વિશાળ સંખ્યામાં આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેનાર મહાનુભાવોની હાજરીમાં યોજાશે.
આ પ્રસંગે કાઠીયાવાડી અશ્વની માહિતી આપતુ પુસ્તકનું વિમોચન થશે.અશ્વ શો સ્પર્ધા તા.૨૬થી ૨૮ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ સવારે ૮.૩૦ કલાક થી સાંજે ૬.૦૦ કલાક સુધી ધોળેશ્વર મહાદેવ મંદિર મેળાના ગ્રાઉન્ડ ખાતે યોજાશે.
જ્યારે તા.૨૭.૧૨.૨૦૨૫ના રોજ રાત્રે ૯.૩૦ કલાકે ભવ્ય લોકડાયરો ધોળેશ્વર મહાદેવ મંદિર (મેળાના ગ્રાઉન્ડ) જેમા ગુજરાતના નામંકીત કલાકારોમાં અનુભા ગઢવી, હકાભા ગઢવી, ધવલભાઈ ગઢવી, વિજયાબેન વાધેલા, આદિત્ય ખડીયા દ્રારા ભવ્ય લોકડાયરો યોજાશે.
તા.૨૮.૧૨.૨૦૨૫ના રોજ ઈનામ વિતરણ મહાનું ભાવોના હસ્તે થશે તથા સમાપન કાર્યક્રમ સાંજે ચાર કલાકે યોજાશે.
પ્રેસ કોન્ફરન્સમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ભાજપ પ્રવક્તા રાજુભાઇ ધ્રુવ, પ્રદીપભાઇ મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.