મતદાન બાદ ક્ષત્રિય સંકલન સમિતીએ દાવો કર્યો છે કે, ગુજરાતમાં ભાજપ સાત બેઠકો ગુમાવશે. જયારે ચાર બેઠકો પર ભારે રસાકસી છે. ખુદ ભાજપ માને છે કે, ક્ષત્રિય આંદોલનને કારણે નુકશાન વેઠવું પડે તેમ છે. ક્ષત્રિય આંદોલનને કારણે સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર અને ભરૂચ બેઠક પર ભાજપ્ને જીત મેળવવી અઘરી છે. મતદાનના દિવસે ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતાં વિસ્તારોમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. એટલુ જ નહીં, ક્ષત્રિયો કેસરી સાફામાં સજ્જ થઇને મતદાન કેન્દ્ર સુધી પહોંચ્યા હતાં જયારે ક્ષત્રિય મહિલાઓ પણ કેસરી સાડી પહેરીને મતદાન કરવા પહોંચી હતી.
મતદાન પૂર્ણ થયા બાદ ક્ષત્રિય સંકલન સમિતીએ પત્રકાર પરિષદમાં એવો દાવો કર્યો કે,ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા મત વિસ્તારમાં 80 ટકાથી વધુ મતદાન થયું છે. નિરસ મતદાનને કારણે ભાજપ્ના કાર્યકરોએ થાળીઓ લઇને નીકળવુ પડ્યુ હતું. સંકલન સમિતીનો બોલ ક્ષત્રિય સમાજે ઝિલ્યો છે જેના કારણે વધુ મતદાન થયુ છે. ક્ષત્રિયોને અન્ય સમાજનો સાથ સહકાર મળ્યો છે. મતદાનના દિવસ સુધી કોઇ પણ અનિશ્ચિય ઘટના કે ઘર્ષણ થયુ નથી. અનેક સ્થળોએ સભા થઈ પરંતુ પ્રજાને તકલીફ પડી નથી. જો તકલીફ પડી હોય તો ક્ષત્રિય સંકલન સમિતી માફી માંગે છે.
ક્ષત્રિય સંકલન સમિતીના મતે, જે રીતે મતદાન થયુ છે તે જોતાં ગુજરાતમાં ભાજપ સાતેક બેઠકો ગુમાવશે. ચાર બેઠકો પર ભારે રસાકસી જામશે. અન્ય બેઠકો પર પાંચ લાખની લીડથી જીત મેળવવાના સપ્ના પૂરા નહીં થાય. આ તરફ, કોગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કોંગ્રેસના ન્યાયપત્રની ગેરેન્ટીને જોતાં ગુજરાતની જનતાને વ્યાપક સમર્થન આપ્યુ છે. બંધારણ બચાવવા મતદારોએ કોંગ્રેસને સમર્થન આપ્યુ તે બદલ આભાર. ભાજપે પણ દાવો કર્યો છેકે, ગુજરાતના મતદારોએ દેશની સંસ્કૃતિ-વિકાસની રાજનીતિને ધ્યાનમાં રાખીને ભાજપ્ને સમર્થન આપ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલંડનની યુનિ.માં અડધી ફીમાં પ્રવેશની લાલચમાં યુવાને ૪.૮૦ લાખ ગુમાવ્યા
May 02, 2025 02:34 PMબિલ્ડરના સગીર પુત્રને બંધક બનાવીને લુંટ ચલાવનાર ઘરઘાટી દંપતીને ૭-૭ વર્ષની સજા
May 02, 2025 02:31 PMહિરલબા જાડેજા સ્વસ્થ થતા પોલીસે ફરી હાથ ધરી પૂછપરછ
May 02, 2025 02:24 PM‘સાહેબ , અમે ઢેલનો મૃતદેહ શાક કરવા માટે લઈ જતા હતા!’
May 02, 2025 02:24 PMમજીવાણાનો યુવાન રાષ્ટ્રીયકક્ષાની બેડમીન્ટન સ્પર્ધામાં દાખવશે કૌવત
May 02, 2025 02:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech