BREAKING NEWS

જામનગર : કુરંગા સ્થિત આરએસપીએલ ઘડી કંપની દ્વારા ૩પ શાળાઓના ૭ર૦ વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત

  • January 28, 2026 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૭૭ મા પ્રજાસત્તાકના અવસરે દ્વારકા ના કુરંગા સ્થિત આરએસપીએલ ઘડી કંપની દ્વારા સીએસઆર (આરએસપીએલ વેલ્ફેર ફાઉન્ડેશન) દ્વારા દ્વારકા જિલ્લા ની અંદાજિત ૩૫ જેટલી શાળાઓના અંદાજે ૭૨૦ જેટલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ટ્રોફી આપી અને સન્માનિત કરવામાં આવ્યા.આ આયોજન અંતર્ગત શાળાકીય પરીક્ષા મા ૧ થી ૩ ક્રમ પ્રાપ્ત કરનારા પ્રતિભાશાળી અને તેજસ્વી વિદ્યાર્થીઓ ને તેમની મહેનત માટે સન્માનિત કરાયા.


આ કાર્યક્રમોમાં આરએસપીએલ ઘડી કંપનીના કર્મચારીઓએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપી અને તેમને શિક્ષણના મહત્વને સમજાવવાનો પ્રયાસ કર્યો. સાથે જ, આચાર્ય અને વાલીઓએ પણ વિદ્યાર્થીઓને તેમના જીવનમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે પ્રેરણા આપી.

​​​​​​​


આ અવસરે, આરએસપીએલ ઘડી કંપનીના પ્રોત્સાહન અને સહયોગના દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની પ્રગતિની નવી દિશા અને ઉમંગ પ્રાપ્ત કરશે તેવું શાળાઓના આચાર્ય, શિક્ષકો અને આગેવાનોએ જણાવ્યું હતું.


શિક્ષણ અને સામાજિક જવાબદારીને સૌથી આગળ રાખીને અનેક પ્રકારના સેવાકીય કાર્યો કરનાર આરએસપીએલ ઘડી કંપની અને તેના કર્મચારીઓ નો શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, આગેવાનો અને વાલીઓ એ પોતાની પ્રશંસાના શબ્દો સાથે આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application