આજના સમયમાં સુરક્ષિત ભવિષ્ય અને સારું વળતર એ દરેક સામાન્ય માણસની પ્રાથમિકતા હોય છે. બજારમાં રોકાણના અનેક વિકલ્પો હોવા છતાં, ભારતીય જીવન વીમા નિગમ (LIC) પર દેશના કરોડો લોકોનો અતૂટ ભરોસો કાયમ છે. જો તમે પણ તમારી મહેનતની કમાણીને સુરક્ષિત જગ્યાએ રોકીને પરિવારનું ભવિષ્ય આર્થિક રીતે મજબૂત કરવા માંગો છો, તો LICની 'જીવન આનંદ' (Plan No. 915) પોલિસી તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.
માત્ર ₹1400ની બચત અને ₹25 લાખનું ફંડ
આ સ્કીમની સૌથી મોટી વિશેષતા એ છે કે તે સામાન્ય માણસના બજેટમાં સરળતાથી ફિટ થઈ જાય છે. ચાલો સમજીએ આ ગણિત:
ઉદાહરણ: જો 35 વર્ષની વ્યક્તિ ₹5 લાખના સમ એશ્યોર્ડ સાથે 35 વર્ષ માટે આ પોલિસી લે છે.
પ્રીમિયમ: તેણે વાર્ષિક અંદાજે ₹16,300 પ્રીમિયમ ચૂકવવું પડશે, જે માસિક ધોરણે માત્ર ₹1400 (રોજના અંદાજે ₹45-46) થાય છે.
કુલ રોકાણ: 35 વર્ષમાં કુલ અંદાજે ₹5.70 લાખ જમા થશે.
મેચ્યોરિટી પર વળતર: પોલિસી પૂર્ણ થતા બોનસ સાથે એકસાથે અંદાજે ₹25 લાખની માતબર રકમ મળશે.
આજીવન વીમો મફત
આ યોજનાનું સૌથી અનોખું પાસું તેનું 'હોલ લાઈફ કવરેજ' છે. મોટાભાગની પોલિસીઓ મેચ્યોરિટી પછી બંધ થઈ જાય છે, પરંતુ 'જીવન આનંદ'માં પણ ₹25 લાખની મેચ્યોરિટી રકમ લીધા પછી પણ પોલિસી ચાલુ રહે છે. પોલિસીધારક પર ₹5 લાખનું રિસ્ક કવર આજીવન (100 વર્ષની ઉંમર સુધી) જળવાઈ રહે છે. ભવિષ્યમાં જ્યારે પણ પોલિસીધારકનું અવસાન થાય, ત્યારે તેમના નોમિનીને વધારાના ₹5 લાખ ચૂકવવામાં આવે છે.
ટેક્સમાં છૂટ અને લોનની સુવિધા
આ સ્કીમ માત્ર વળતર જ નહીં, પણ અન્ય ફાયદા પણ આપે છે:
ટેક્સ બેનિફિટ: પ્રીમિયમ પર ઈન્કમ ટેક્સની કલમ 80C હેઠળ છૂટ મળે છે. મેચ્યોરિટીની રકમ પણ કલમ 10(10D) હેઠળ સંપૂર્ણ ટેક્સ-ફ્રી હોય છે.
લોન સુવિધા: પોલિસીના બે વર્ષ પૂર્ણ થયા પછી તમે જરૂર પડ્યે આના પર લોન પણ લઈ શકો છો.
ગ્રેસ પિરિયડ: પ્રીમિયમ ભરવામાં મોડું થાય તો માસિક પેમેન્ટ પર 15 દિવસ અને અન્ય મોડ પર 30 દિવસનો ગ્રેસ પિરિયડ મળે છે.
કોણ લઈ શકે?
18 થી 50 વર્ષની વયની કોઈપણ વ્યક્તિ 15 થી 35 વર્ષના ટર્મ માટે આ પોલિસી પસંદ કરી શકે છે. વધારાની સુરક્ષા માટે તેમાં એક્સિડન્ટલ ડેથ અને ક્રિટિકલ ઇલનેસ જેવા રાઇડર્સ પણ ઉમેરી શકાય છે.