BREAKING NEWS

જામનગર  : ડબલ ટ્રેકની કામગીરીને કારણે લાખાબાવળ અને પીપળી સ્ટેશનો પર કેટલીક ટ્રેનોના સ્ટોપેજ તા. ૧૦ ફેબ્રુઆરી સુધી અસ્થાયીરૂપે રદ્દ કરાયા

  • January 15, 2026 01:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ડિવિઝનના લાખાબાવળ, પીપળી, કાનાલુસ સેક્શનમાં ચાલી રહેલી ડબલ ટ્રેકની કામગીરીના કારણે તાત્કાલિક અસરથી તા. ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી કેટલીક ટ્રેનોના લાખાબાવળ અને પીપળી સ્ટેશનો પરના નિર્ધારિત સ્ટોપેજ અસ્થાયીરૂપે રદ્દ કરવામાં આવ્યા છે.


જેમાં લાખાબાવળ સ્ટેશનમાં ટ્રેન સંખ્યા ૧૯૨૦૯/૧૯૨૧૦, ભાવનગર-ઓખા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન તાત્કાલિક અસરથી ૧૦.૦૨.૨૦૨૬ સુધી લાખાબાવળ સ્ટેશન પર સ્ટોપેજ અસ્થાયીરૂપે રદ્દ રહેશે.


ટ્રેન નંબર : ૫૯૫૫૨/૫૯૫૫૧  ઓખા-રાજકોટ-ઓખા લોકલ ટ્રેન તાત્કાલિક અસરથી તા. ૧૦.૦૨.૨૦૨૬ સુધી લાખાબાવળ સ્ટેશન પર સ્ટોપેજ અસ્થાયીરૂપે રદ્દ રહેશે.


પીપળી સ્ટેશન ખાતે ટ્રેન સંખ્યા ૧૯૨૧૦ : ઓખા-ભાવનગર-એક્સપ્રેસ: તાત્કાલિક અસરથી તા. ૧૦.૦૨.૨૦૨૬ સુધી પીપળી સ્ટેશન પર સ્ટોપેજ અસ્થાયી ‚પે રદ્દ રહેશે.


અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રેન સંખ્યા ૧૯૨૦૯ ભાવનગર-ઓખા એક્સપ્રેસનું પીપળી સ્ટેશન પરનું સ્ટોપેજ તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૨૬ થી પુન: સ્થાપિત કરવામાં આવ્યું છે, આ સ્ટોપેજ રાબેતા મુજબ ચાલુ રહેશે, તેમ રેલ્વે તંત્રની એક અખબારી યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application