રાજકોટમાં સાંઢિયા પુલનું કામ અટવાતા લાખો લોકો પરેશાન, માર્ચ-2026ની સમયમર્યાદા ચૂકવાની ભીતિ
રાજકોટમાં સાંઢિયા પુલનું કામ અટવાતા લાખો લોકો પરેશાન, માર્ચ-2026ની સમયમર્યાદા ચૂકવાની ભીતિ
January 13, 2026 09:29 AM
રાજકોટના જામનગર રોડ પર રૂ.75 કરોડના ખર્ચે બની રહેલા વર્ષો જૂના સાંઢિયા પુલનું પુનઃનિર્માણ કાર્ય હાલમાં થંભી ગયું છે. રેલવે ટ્રેક પર સ્ટીલ ગર્ડર લોન્ચ કરવાની જરૂરી મંજૂરી સમયસર ન મળવાને કારણે કામ અટકી પડ્યું છે. આ વિલંબને પગલે માર્ચ-2026 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ થવાની શક્યતા હવે ધૂંધળી જણાઈ રહી છે.
વાહનચાલકોને ભોમેશ્વર માર્ગ પરથી ડાયવર્ઝન લેવું પડે છે
આ કામગીરી અટવાતા બજરંગવાડી, પુનિતનગર અને રેલનગર સહિતના આસપાસના વિસ્તારોના લાખો રહેવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વાહનચાલકોને ભોમેશ્વર માર્ગ પરથી ડાયવર્ઝન લેવું પડે છે, જ્યાં રેલવે ફાટક બંધ થતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. આ મામલે કોંગ્રેસે મનપાની વહીવટી બેદરકારી સામે આક્ષેપ કરી તાત્કાલિક પ્રક્રિયા પૂર્ણ કરવા માંગ કરી છે.