BREAKING NEWS

ગુજરાત વિધાનસભામાં UCC પર ચર્ચા દરમિયાન હાસ્યની છોળો ઉડી: ધારાસભ્યના 'સ્વયંવર'ની થઈ વાત

  • March 24, 2026 06:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) પરની ચર્ચા દરમિયાન એક રસપ્રદ અને હાસ્યસભર કિસ્સો જોવા મળ્યો હતો. ગૃહમાં જ્યારે એકથી વધુ પત્નીઓ રાખવા અંગેના નિયમો પર ચર્ચા ચાલી રહી હતી, ત્યારે અમદાવાદના જમાલપુર-ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ હળવા અંદાજમાં પોતાની વાત રજૂ કરી હતી.



ખેડાવાલાએ ગૃહને સંબોધતા જણાવ્યું હતું કે, "હું હજુ કુંવારો છું અને મારે કોઈ પત્ની નથી." તેમની આ વાત સાંભળીને ગૃહમાં હાજર સભ્યોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. આ તકે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ રમૂજમાં ટાપસી પુરાવતા કહ્યું હતું કે, "અમે તમારા માટે સ્વયંવરનું આયોજન કરીશું અને તે માટે ગૃહમાં ખાસ બિલ પણ લાવીશું."

ચર્ચામાં આગળ વધતા 'આપ'ના નેતા ગોપાલ ઇટાલિયાએ પણ આ હાસ્ય-વિનોદમાં સુર પુરાવતા સૂચન કર્યું હતું કે, આ નવા નિયમો કે કાયદામાં રાજ્યના તમામ 'વાંઢાઓ' (અપરિણીત પુરુષો) ના હિતોને પણ આવરી લેવા જોઈએ. આમ, ગંભીર કાયદાકીય ચર્ચા વચ્ચે આ હળવી પળોએ વાતાવરણ જીવંત બનાવી દીધું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application