BREAKING NEWS

પ્રખ્યાત લેખક આશુ પટેલના પુસ્તક ‘સુખનો પાસવર્ડ’ની 15મી આવૃત્તિનું લોન્ચિંગ

  • April 09, 2026 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રખ્યાત લેખક આશુ પટેલના પુસ્તક ‘સુખનો પાસવર્ડ’ની પંદરમી આવૃત્તિનું લોકાર્પણ નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું છે. 
આ પ્રસંગે આશિષકુમાર ચૌહાણે કહ્યું હતું કે, મારા મિત્ર આશુ પટેલનું આ પુસ્તક વાચકોને સુખનો પાસવર્ડ આપશે. આ પુસ્તકની 14 આવૃતિઓ થઈ ચૂકી છે અને આ પંદરમી આવૃત્તિ છે એના પરથી આ પુસ્તકની લોકપ્રિયતાનો ખ્યાલ આવી શકે છે.


આ પુસ્તકમાં જીવનલક્ષી લેખોનો સંગ્રહ છે. આ પુસ્તકનું પ્રકાશન પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થા નવભારત સાહિત્ય મંદિર (મુંબઈ) દ્વારા કરાયું છે. સુખનો પાસવર્ડ સિરીઝના અત્યાર સુધીમાં ત્રણ ડઝન જેટલાં પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. 


આશુ પટેલના અત્યાર સુધીમાં વિવિધ વિષયનાં 65 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. દુનિયાના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય પોડકાસ્ટ સ્પોટીફાય દ્વારા આશુ પટેલના લેખન સંશોધન અને જીવન પર આધારિત પોડકાસ્ટ 'ગેંગિસ્તાન' રજૂ થઈ ચૂક્યું છે.  આ પોડકાસ્ટમાં બોલિવૂડના પ્રખ્યાત કલાકારોએ અવાજ આપ્યો હતો. 'ગેંગિસ્તાન'માં આશુ પટેલની ભૂમિકા પ્રખ્યાત અભિનેતા પ્રતીક ગાંધીએ ભજવી હતી. તો આશુ પટેલની પોલીસ ઓફિસર મિત્ર તરીકે સૈયામી ખેર અને ગેંગસ્ટર પપ્પુ ટકલાની ભૂમિકા દયાશંકર પાંડેએ ભજવી હતી. ગેંગિસ્તાન પોડકાસ્ટને ખૂબ જ ઉમળકાભર્યો પ્રતિસાદ મળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application