બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ઢેબર રોડ પર શ્રમજીવી સોસાયટી પાછળ ગોપાલ નગર શેરી નંબર 12 માં રહેતા ઇન્દ્રજીતસિંહ પૃથ્વીસિંહ મકવાણા (ઉ.વ 27) નામના યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે એમ.કોમ એલએલબીનો અભ્યાસ કર્યો છે. અને હાલ વકીલાતની પ્રેક્ટિસ કરે છે.
ગઈકાલે સવારના 11:00 વાગ્યા આસપાસ તે ઘરેથી કોર્ટ જવા માટે જુપીટર નંબર જીજે 3 એચબી 9426 લઇ નીકળ્યો હતો. દરમિયાન મક્કમ ચોકથી આગળ સત્ય વિજય આઈસ્ક્રીમ ધર્મશાળા પાસે પહોંચતા એક સફેદ કલરની ઇનોવા કાર જે તેની આગળ ઉભી હોય તેમાંથી એક અજાણ્યો શખસ નીચે ઉતર્યો હતો અને યુવાન પાસે આવી કહેવા લાગ્યો હતો કે, તું મારી સામે કેમ જુએ છે જેથી યુવાને કહ્યું હતું કે, સામું જોવામાં તને કંઈ વાંધો છે. તેમ કહેતા આ શખસ ગાળો દેવા લાગ્યો હતો. ત્યારબાદ તે ઇનોવામાંથી બેઝ બોલનો ધોકો લઈ આવી યુવાનને માથાના ભાગે ધોકાના ઘા ફટકારી દીધા હતા.
થોડીવારમાં ઇનોવા કારમાંથી અન્ય બે અજાણ્યા શખસોએ આવી યુવાનને ગાળો ભાંડી હતી. દરમિયાન અહીં લોકો એકત્ર થઈ જતા આ ત્રણેય શખસો કાર લઇ ભાગવા જતા આગળ એક વાહન ઊભું હોય તેને પણ ઠોકરે લીધું હતું અને બાદમાં ત્રણેય શખસો ઇનોવા કાર લઇ નાસી ગયા હતા. ત્યારબાદ યુવાનને 108 મારફત સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હુમલામાં યુવાનને માથાના ભાગે 10 જેટલા ટાકા આવ્યા હતા અને મૂઢ ઇજાઓ પહોંચી હતી. આ અંગે યુવાનની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે ઇનોવા કારમાં સવાર ત્રણ શખસો વિરુદ્ધ ગુનો નોંધી તેને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech