મંત્રીમંડળમાં રાજકોટને પૂરતું પ્રતિનિધિત્વ નહીં મળતા ભાજપપ્રેમી વકીલોમાં અસંતોષ
મંત્રીમંડળમાં રાજકોટને પૂરતું પ્રતિનિધિત્વ નહીં મળતા ભાજપપ્રેમી વકીલોમાં અસંતોષ
October 17, 2025 09:44 AM
સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ શહેર છેલ્લા 60 વર્ષથી આરએસએસ, જૂના જનસંઘ - ભાજપના ગઢ તરીકે જાણીતું છે ત્યારે રાજ્યના મંત્રી મંડળના થયેલા પુનર્ગઠનમાં રાજકોટના એકપણ ધારાસભ્યને સ્થાન ન મળતાં રાજકોટ ભાજપાના સ્થાનિક કાર્યકરો, આગેવાનો અને વકીલોમાં કચવાટ ઉત્પન્ન થયો છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તેમની કેબિનેટની કરેલી પુન:રચનામાં સૌરાષ્ટ્રમાંથી પુરતું પ્રતિનિધિત્વ નહીં મળતાં અન્યાય થયાનું ચુસ્ત કાર્યકરો અને આગેવાનો માની રહ્યા છે. ત્યારે ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, નવી રાજકીય પરિસ્થિતિમાં મંત્રી મંડળમાં રાજકોટનું પ્રતિનિધિત્વ વધારવું જોઈએ તેના બદલે પ્રતિનિધિત્વ હતું તે પણ ઝૂંટવી લેવાયું છે, આ સંજોગોમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરોમાં તેમજ કાયમી ભાજપની તરફેણમાં જ દાન કરનારા લાખો મતદારોમાં પણ ભયંકર અસંતોષ અને દુઃખની લાગણી પ્રસરી છે.