BREAKING NEWS

કોઠારીયાના શ્રધ્ધા પાર્કમાં લિકેજ લાઇન, રસ્તા રિપેર ન થતા ચક્કાજામની ચિમકી

  • February 16, 2026 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૧૮ કોઠારિયાના શ્રધ્ધા પાર્ક વિસ્તારમાં લિકેજ થયેલી પાણી અને ભૂગર્ભની લાઇનોને કારણે તેમજ પાઇપ લાઇન નાખવા ખોદકામ કરાયેલા રસ્તા રિપેર કરવામાં નહીં આવતા રોષની લાગણી પ્રસરી છે, દરમિયાન આજે આ મામલે અમુક જાગૃત લતાવાસીઓએ સોશ્યલ મીડિયાના માધ્યમથી લિકેજ લાઇનના કારણે રસ્તા ઉપર ભરાતા ચોમાસા જેવા પાણીનો વિડિયો પોસ્ટ કરી જો આગામી દિવસોમાં આ સમસ્યા નહીં ઉકેલાય તો વિસ્તારની મહિલાઓ દ્વારા રસ્તા રોકો આંદોલન કરાશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

વિશેષમાં સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરેલા વીડિયોમાં જણાવ્યું છે કે ફ્ક્ત શ્રધ્ધા પાર્ક જ નહીં પરંતુ ભવનાથ વિસ્તાર, પારસ સોસાયટી તથા સુખરામ સોસાયટી સહિતના વિસ્તારોમાં પણ લાઇન લિકેજ અને બિસ્માર રસ્તાની સમસ્યા છે. આ અંગે વોર્ડના કોર્પોરેટરો તથા ઇજનેરોને પણ ફરિયાદ કરાઇ છે તેમ છતાં પ્રશ્ન ઉકેલવા કોઇ આવ્યું નથી. જો હવે ૨૪થી ૪૮ કલાકમાં પ્રશ્ન નહીં ઉકેલાય તો આવતીકાલે મંગળવારે અથવા બુધવારે લતાવાસીઓએ નાછૂટકે ચક્કાજામ જેવો કાર્યક્રમો આપવા ફરજ પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application