BREAKING NEWS

રાજકોટમાં મતદાન દરમિયાન કમલમ ખાતે લીગલ સેલનો કંટ્રોલ રૂમ ચાલુ

  • April 26, 2026 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનું સવારે મતદાન શરૂ થયું ત્યારથી શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે શહેર લીગલ સેલ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાયો હતો.

શહેર ભાજપ લીગલ સેલના આ કંટ્રોલ રૂમમાં ચૂંટણીને લગતી   ગેરરીતિઓ તેમજ ખોટી માથાકૂટો તેમજ ગેર રીતિની ફરિયાદ માટે એક ટીમ બનાવવામાં આવી છે, જે ટીમ સવારના 7-00  કલાકથી શહેર ભાજપ કાર્યાલય "કમલમ "ખાતે હાજર રહી રાજ્ય ચૂંટણી આયોગ, રાજકોટના અલગ અલગ  રિટર્નિંગ ઓફિસર  આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર સહિતના ચૂંટણી અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓને ટેલિફોનિક તેમજ મૌખિક લેખિત ફરિયાદોથી ધ્યાન દોરવાની કામગીરી કરવામાં આવી રહી છે.  જેમાં પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ સંયોજક અનિલભાઈ દેસાઈ, સિનિયર એડવોકેટ કિરીટભાઈ પાઠક, અર્જુનભાઈ પટેલ, શહેર લીગલ સેલના સહ સંયોજક કમલેશભાઈ ડોડીયા , અજયભાઈ જોષી, આબિદભાઈ સોસન, જયસુખભાઈ બારોટ, દિલસુખભાઈ રાઠોડ, નૃપેનભાઈ ભાવસાર, મુકેશભાઈ પીપળીયા યશ ચોલેરા, મનન ભીમાણી, હુસેન હેરંજા વિગેરે ખડેપગે રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application