BREAKING NEWS

ભકિતનગર સર્કલ પાસે ઓમ રેસ્ટોરન્ટમાં જીએસટીના દરોડા સમયે દારૂ પણ મળ્યો

  • November 19, 2025 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા ઓમ રેસ્ટોરન્ટમાં જીએસટીના દરોડા દરમિયાન દારૂની બોટલ પણ મળી આવતાં સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ભકતિનગર પોલીસે અહીંથી ચાર બોટલ દારૂ કબ્જે કરી સંચાલકની ધરપકડ કરવાં તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગતો મુજબ, ભક્તિનગર પોલીસ મથકમાં રાત્રીના સમયે પીએસઓએ ઉપરી અધિકારીને જણાવેલ કે, જી.એસ.ટી અધિકારી અંકિતકુમારએ ફોનથી જાણ કરી હતી કે, છે કે, તેઓના ડીપાર્ટમેન્ટ દ્વારા ભકતિનગર સર્કલ પાસે આવેલ ઓમ રેસ્ટોરન્ટમાં જીએસટીની રેઇડ કરવામા આવેલ છે, જે રેઇડની કાર્યવાહી દરમીયાન આ ઓમ રેસ્ટોરન્ટમાથી ઇંગ્લીશ દારૂની બોટલો મળી આવેલ છે તો પોલીસ સ્ટાફ મોકલી યોગ્ય કરશો તેમ જણાવેલ છે, જેથી આ કોલના આધારે ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.સરવૈયાના માર્ગદર્શનમાં પીએસઆઇ જે.જે. ગોહિલ તથા ટીમ ઓમ રેસ્ટોરન્ટ પર દોડી આવી ત્યાં હાજર કોલ કરનાર બાબતે પુછત એક વ્યકતિએ પોતાનું નામ અંકિતકુમાર બછોલાલ (ઉ.વ.૩૬, સુપ્રીન્ટેન્ડેન્ટ સીજીએસટી ભવન રેષકોર્ષ રોડ) હોવાનું જણાવ્યું હતું.


તેમજ આ કોલ કરનાર અંકિતકુમારે ત્યાં રેસ્ટોરન્ટમાથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની ચાર બોટલો હોવાનું જણાવ્યું હતું. તેમજ તેઓએ જણાવેલ કે, તેઓ આ ઓમ રેસ્ટોરન્ટમા જી.એસ.ટી. રેઈડની કાર્યવાહી કરવા આવેલ ત્યારે આ રેસ્ટોરન્ટના માલિક વલ્લભ જીવરાજ તારપરા બોલાચાલી કરી જતા રહેલ અને આ રેસ્ટોરન્ટ તેની માલિકીનું છે. રેસ્ટોરન્ટના માલિક વલ્લભ જીવરાજ તારપરા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાં તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application