BREAKING NEWS

હિમાચલમાં ચોમાસાંએ ૮૦ જિંદગી છીનવી હજાર કરોડનું નુકસાન, ૧૨૧ રસ્તાઓ બંધ

  • July 25, 2026 02:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હિમાચલ પ્રદેશમાં ચોમાસાની ઋતુ દરમિયાન પર્વતોમાં તિરાડો, ભૂસ્ખલન અને પૂર જેવી ઘટનાઓ સામાન્ય રીતે વધતી જ હોય છે અને તે પરંપરા આ વર્ષે પણ યથાવત રહી છે.રાયમાં ભૂસ્ખલન અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં ૮૦ લોકો મૃત્યુ પામ્યા છે. રાયને ૮૦૦ થી ૧૦૦૦ કરોડનું નુકસાન થયું છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે, રાયમાં ૧૨૧ રસ્તા બધં છે. આ રસ્તાઓ ફરીથી ખોલવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જે મોટાભાગે જોડતા રસ્તાઓ છે.
શુક્રવારે, લાહૌલ–સ્પિતિના આદિવાસી જિલ્લામાં ઉદયપુર–કિલાડ (ટાંડી–સંસારી રાષ્ટ્ર્રીય ધોરીમાર્ગ) નજીક એક ટાટા સુમો વાહન એક પથ્થર સાથે અથડાયું હતું, જેમાં ૧૩ લોકો માર્યા ગયા હતા. ગુવારે મુસાફરો કુલ્લુ–મનાલીથી ટેકસીમાં પાંગી જવા માટે રવાના થયા હતા. ઉદયપુર પહોંચ્યા પછી, તેમને ખબર પડી કે રસ્તો કાધુ નાલા ખાતે બધં છે. ત્યારબાદ તેઓ ઉદયપુરથી આગળ, ટીંડી ખાતે રોકાઈ ગયા હતા. ગુવારે આ મુસાફરો કુલ્લુ–મનાલીથી ટેકસી ભાડે કરીને પાંગી જવા માટે રવાના થયા હતા. જોકે, રસ્તામાં ઉદયપુર પહોંચ્યા બાદ તેમને જાણવા મળ્યું કે આગળ કાધુ નાલા પાસે ભૂસ્ખલનને કારણે રસ્તો સંપૂર્ણપણે બધં છે. જેથી તેઓ આગળ ન વધી શકયા અને ઉદયપુરથી થોડે દૂર આવેલા ટીંડી ખાતે રોકાઈ ગયા હતા. શુક્રવારે આગળની મુસાફરી શ કરતી વખતે આ કાળમુખો અકસ્માત સર્જાયો હતો.
હિમાચલ પ્રદેશમાં આ ચોમાસાની સત્રમાં પરિસ્થિતિ અત્યતં ગંભીર બની ગઈ છે. રાયમાં વરસાદ, બસવાહન અકસ્માત અને ભૂસ્ખલન સંબંધિત વિવિધ ઘટનાઓમાં અત્યાર સુધીમાં ૮૦ થી વધુ લોકોના મોત થઈ ચૂકયા છે. સતત પડી રહેલા ભારે વરસાદના કારણે રાયના માળખાકીય માળખાને મોટું નુકસાન પહોંચ્યું છે. પ્રાથમિક અંદાજ મુજબ, રાય સરકાર અને સ્થાનિક જનજીવનને ૮૦૦ થી ૧૦૦૦ કરોડ સુધીનું જંગી આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
પહાડો પરથી ધસી પડેલા કાટમાળ અને પથ્થરોના કારણે હાલમાં રાયભરમાં ૧૨૧ જેટલા મહત્વના રસ્તાઓ વાહનવ્યવહાર માટે બધં થઈ ગયા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application