BREAKING NEWS

પોરબંદર-કાનાલુસ-પોરબંદર લોકલ ટ્રેનો ૩૦ નવે. સુધી આંશિક રદ રહેશે

  • October 16, 2025 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ડિવિઝનના લાખાબાવળ– પીપળી– કાનાલુસ સેક્શનમાં ચાલી રહેલા ડબલિંગ કાર્યને કારણે આજે તા. ૧૬ ઓક્ટોબરથી લઈને ૩૦ નવેમ્બર, ૨૦૨૫ સુધી કાનાલુસ–પોરબંદર અને પોરબંદર–કાનાલુસ લોકલ ટ્રેનો આંશિક રીતે રદ રહેશે.

જેમાં ટ્રેન નં. ૫૯૨૦૬ પોરબંદર– કાનાલુસ લોકલ આજે ૧૬ ઓક્ટોબરથી લઈને ૩૦ નવેમ્બર ૨૦૨૫ સુધી પોરબંદરથી ઉપડીને ગોપજામ સુધી જ ચાલશે તથા ગોપજામ– કાનાલુસ ખંડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન સંખ્યા ૫૯૨૦૫ કાનાલુસ– પોરબંદર લોકલ

આ ટ્રેન હવે ૧૬ ઓક્ટોબરથી લઈને ૩૦ નવેમ્બર ૨૦૨૫ સુધી કાનાલુસને બદલે ગોપજામ સ્ટેશનથી ચાલશે અને કાનાલુસ- ગોપજામ ખંડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.


ઓખા-ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેનમાં એસી કોચ વધુ બે માસ ચાલુ રખાશે

મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલ પ્રશાસન દ્વારા ઓખા– ભાવનગર અને ભાવનગર- ઓખા એક્સપ્રેસ ટ્રેનોમાં કામચલાઉ ધોરણે એક થર્ડ એસી (તૃતીય વાતાનુકૂલિત) કોચની સુવિધા છ મહિના માટે પૂરી પાડવામાં આવી હતી. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ વાતાનુકૂલિત કોચની સુવિધાને લંબાવવામાં આવી છે

જેમાં ટ્રેન નં. ૧૯૨૧૦ ઓખા– ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો થર્ડ એસી કોચ, જેને અગાઉ ૦૩ ડિસેમ્બર ૨૦૨૫ સુધી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી, હવે તેની અવધિ વધારીને ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ સુધીની કરવામાં આવી છે. ટ્રેન નં. ૧૯૨૦૯ ભાવનગર–ઓખા એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો થર્ડ એસી કોચ, જેને અગાઉ ૦૨ ડિસેમ્બર ૨૦૨૫ સુધી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી, હવે તેની અવધિ વધારીને ૩૦ જાન્યુઆરી ૨૦૨૬ સુધીની કરવામાં આવી છે. આ સુવિધાના વિસ્તરણથી મુસાફરોને વધુ આરામદાયક મુસાફરીનો લાભ મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application