ધાર્મિક કાર્યક્રમોની સાથે જરૂરિયાતમંદો માટે અને વૃધ્ધો માટે ભોજન સેવા સહિતના સામાજિક કાર્યક્રમો થશે, આયોજકો આજકાલના એડિટર ઇન ચીફ ચંદ્રેશભાઇ જેઠાણીની શુભેચ્છા મુલાકાતે
રાજકોટ શહેરમાં ગણેશોત્સવને લઈને ભકતોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહયો છે. ત્યારે સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ ધ્વારા આ વર્ષે ૧૦ મા વર્ષમાં પ્રવેશ નિમિતે ગણપતિ મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન ક૨વામાં આવ્યું છે. દર વર્ષે અવનવી વિશિષ્ટ્ર થીમ સાથે વિધ્નહર્તા દેવની સ્થાપના કરવાની ૫રં૫૨ાને જાળવી રાખીને, ગયા વર્ષની રામ મંદિરની સફળ થીમ બાદ આ વર્ષે આકર્ષક રજવાડી થીમ તૈયાર કરવામાં આવી રહી છે, જે શહેરના ધર્મપ્રેમી ભકતો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.આ ભવ્ય આયોજન અંગે માહિતી આપતા સર્વેશ્વ૨ ચોક ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે, ૧૧ દિવસીય મહોત્સવ દરમિયાન દર્શનની સાથે સાથે વિવિધ ધાર્મિક અને સામાજિક સેવાકીય પ્રવૃતિઓ પર ભાર મુકવામાં આવ્યો છે. ટ્રસ્ટ ધ્વારા સ્વચ્છતા ઝુંબેશની સાથે જરિયાતમદં લોકો માટે મહાપ્રસાદ અને વૃધ્ધ વડીલો માટે વિશેષ ભોજન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આમ, ગણેશોતસવને માત્ર ધાર્મિક પર્વ પુરતો મર્યાદિત ન રાખતા માનવસેવા અને સામાજિક ઉતરાદાયિત્વનો સંદેશ આપવાનો સરાહનીય પ્રયાસ કરાયો હતો.મહોત્સવ દરમ્યાન દ૨૨ોજ સાંસ્કૃતિક સ્પર્ધાઓ અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિજેતા થનાર ઉત્સાહી ભાગીદારો માટે ઈનામ વિતરણ પણ યોજાશે. સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ ધ્વા૨ા ધર્મપ્રેમી જનતાને પરિવાર સાથે પધારી ગણપતિ દાદાના દર્શન અને આશીર્વાદનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
સર્વેશ્ર્વર ચોકમાં આયોજિત ગણેશ ઉત્સવના આયોજકો આજરોજ આજકાલના એડિટર ઇન ચીફ ચંદ્રેશભાઇ જેઠાણીની મુલાકાતે આવી આગામી સમયમાં યોજાનારા સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો અંગેની ચર્ચા કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application